અંબા ઓટો સેલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડનો આઈપીઓ 27 એપ્રિલ, 2026ના રોજ ખુલશે

અંબા ઓટો સેલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડ (કંપની અંબા ઓટો) ઓટોમોબાઈલ અને ક્ધઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ રિટેલમાં કાર્યરત કંપનીએ સોમવાર, 27 એપ્રિલ, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂા.65.12 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર રૂા.130 – રૂા.135ની પ્રાઇઝ બેન્ડ સાથે 48,24,000 ઇક્વિટી શેરની છે.
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ નવા શોરૂમ ખોલવા અને હાલના શોરૂમના નવીનીકરણ માટેના મૂડી ખર્ચ માટે કરવામાં આવશે, જેથી કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરી શકાય. આ ઇશ્યુ સોમવાર, 27 એપ્રિલ, 2026ના રોજ ખુલશે અને બુધવાર, 29 એપ્રિલ, 2026ના રોજ બંધ થશે.
ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર કેપિટલસ્ક્વેર એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ છે, ઇશ્યુના રજિસ્ટ્રાર બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે.
અંબા ઓટો સેલ્સ એન્ડ સર્વિસીસ લિમિટેડના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી પ્રદીપ કુમાર લોહિયાએ જણાવ્યું, પ્રસ્તાવિત ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ કંપની માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. છેલ્લા કેટલાંક વર્ષોમાં, અમે બજાજ ઓટો અને એલજી ઇલેક્ટ્રોનિક્સ જેવા અગ્રણી ઓઈએમ સાથેના કેળવાયેલા સંબંધોને આધારે એક મજબૂત ડીલરશીપ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જેને સમગ્ર બેંગલુરૂમાં ફેલાયેલા સુસ્થાપિત નેટવર્ક થકી પણ સમર્થન મળી રહ્યું છે.
આ આઈપીઓમાંથી મળેલી રકમનો ઉપયોગ મુખ્યત્વે અમારા શોરૂમ નેટવર્કના વિસ્તરણ, અમારા સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે, જેનાથી અમે કામગીરીને કુશળતાપૂર્વક આગળ વધારી શકીશું અને ગ્રાહકો સુધી પોતાની પહોંચનો વિસ્તાર કરી શકીશું.

રિલેટેડ ન્યૂઝ