જૂનાગઢના નવ નિયુક્ત કલેકટરે સ્વ- ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી

જનગણનાની સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા લોકોને અનુરોધ કરતા કલેકટર યોગેશ ચૌધરી

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ વસતી ગણતરી અંતર્ગત ‘સ્વ-ગણતરી’ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અનુસંધાને જૂનાગઢના નવ નિયુક્ત કલેકટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર પોતાની વિગતો નોંધાવી સ્વ-ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ગુજરાત રાજ્યમાં જનગણના-2027 અંતર્ગત સ્વ-ગણતરી પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી છે. તા. 17 મે થી તા. 31 મે, 2026 દરમિયાન નાગરિકો ઓનલાઈન પોર્ટલ દ્વારા પોતાની જાતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરવા કલેકટર યોગેશ ચૌધરી દ્વારા લોકોને આહવાન કરવામાં આવ્યું છે . જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં સ્વ-ગણતરી પ્રક્રિયામાં જોડાવા અપીલ કરવામાં આવી છે.
નાગરિકો પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકે છે
વસ્તીના પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યમાં ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા વધુ સરળ અને સુચારૂ બને તે હેતુથી તા. 31 મે, 2026 સુધી સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
સ્વ-ગણતરી માટે નાગરિકોએ પોર્ટલ પર જઈ પોતાનું રાજ્ય, જિલ્લો અને અન્ય જરૂરી વિગતો દાખલ કરીને નોંધણી કરાવવાની રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર આધારિત ઘઝઙ વેરિફિકેશન પૂર્ણ કરી વિગતો ઓનલાઈન દાખલ કરવાની રહેશે. તમામ વિગતો ચકાસ્યા બાદ ઋશક્ષફહ જીબળશિં કરવાથી 11 આંકડાનો યુનિક આઈડી જનરેટ થશે, જે મોબાઈલ પર જખજ દ્વારા પ્રાપ્ત થશે. પછી જ્યારે વસ્તી ગણતરીદાર ઘરની મુલાકાતે આવે ત્યારે આ યુનિક આઈડી તેમને આપવાનો રહેશે, જેથી ઓનલાઈન ભરેલ માહિતીની ખરાઈ થઈ શકે.

રિલેટેડ ન્યૂઝ