ગીર ગઢડાના બાબરીયા ચેક પોસ્ટ પાસેથી રૂા.1.04 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

કાર અને મોબાઈલ સહિત કુલ રૂા.1.57 લાખનો મુદ્દામાલ જપ્ત, એક શખ્સ ઝબ્બે, બે ફરાર

ગીરગઢડા ના બાબરીયા ચેક પોસ્ટ પાસે ગીરગઢડા પોલીસે એક કાર મારફતે જતો દારૂ નો જથ્થો પકડી પાડી પ્રોહિબિશનની બદીને જડમૂળથી નેસ્તનાબૂદ કરવાના અભિયાન શરૂ કરતાં સફળતા મળી છે.
ગીરગઢડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઇન્સ. એ.બી. ગોહિલ ની રાહબરીમાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પો.હેડ કોન્સ. મૌલિકસિંહ માનસિંહભાઈ પરમાર, પો.કોન્સ. દિલીપસિંહ વીરાભાઈ વાઢેલ અને પો.કોન્સ. હિતેશભાઈ અરશીભાઈ વાઘેલા ને સંયુક્ત બાતમી મળી હતી.
બાતમીના આધારે બાબરીયા ગામ નજીક, બાબરીયા ચેક પોસ્ટ આગળ રોડ પર વોચ ગોઠવવામાં આવી. શંકાસ્પદ ફોર વ્હીલર કારને અટકાવી તલાશી લેતા તેમાંથી પ્રોહિબિશન લગત જથ્થાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું.
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ 144 નાની-મોટી બોટલો રૂ. 1,04,400/-ફોર વ્હીલર કાર 01 નંગ, હેરાફેરીમાં વપરાયેલ રૂ. 50,000/-મોબાઈલ ફોન 01 નંગ રૂ. 3,000/-કુલ મુદ્દામાલરૂ. 1,57,400/ સાથે જયેશ તુલસીદાસ હેમાણી રે જુનાગઢ જલારામ સોસાયટી વાળા સહિત ત્રણ શખસો સામે આ પ્રકરણ માં ગીરગઢડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ ની જુદી-જુદી કલમોહેઠળ ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ રેઈડ દરમ્યાન શંભુભાઈ જુગાભાઈ ડગીયા, રહે. જામવાળા ,પિયુશ શંભુભાઈ ડગીયા, રહે. જામવાળા ફરાર થઈ જતાં બંને આરોપીઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથ પોલીસની સતત અને અસરકારક કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ