ડીઝલની અછતને લઈ તળાજાના ખેડૂતો, વેપારીઓ, મજૂરોના ખિસ્સામાં પણ અછત વર્તાવવા લાગી
ડીઝલ પેટ્રોલ ના ભાવમાં છેલ્લા 11 દિવસમાં ચોથી વખત વધારો આવ્યો.તેમ છતાંય તળાજા પંથકમાં સતત 11 મા દિવસે પણ ડીઝલ મેળવવા માટે ખેડુતો સહિત ડીઝલ વાહન ધરાવતા તમામ વાહન ધારકોમા લાઈનો સાથે પડાપડી થતીજોવા મળીહતી.ભૂતકાળમા ન જોવા મળેલા દ્રશ્યો જોવામળી રહ્યા છે.તળાજા પંથકમાં ખાખી ના બંદોબસ્ત વચ્ચે ઇંધણ આપવું મુશ્કેલ બન્યુંછે.
ડીઝલ ની અછત અને ભાવ વધારાને લઈ ખેડૂતો રોષિતછે.ગ્રાઉન્ડ ઝીરો દરમિયાન ખેડૂતોએ બળાપો ઠાલવિયો હતોકે જ્યાં જુઓત્યાં ખેડૂતોજ લાઈનમાં ઉભા છે.સૌથી પહેલી મોંઘવારી નો સામનો ખેડૂતોનેજ કરવો પડી રહ્યો છે.પહેલા ખાતર બાદ બિયારણ અને હવે ડીઝલ ના ભાવમાં વધારો.ડીઝલ વગર ખેતી મુશ્કેલ છે.બળાપો ઠાલવતા ખેડૂતોએ કહ્યું હતુંકે કોઈ દિવસ ઇસ્ત્રી ટાઈટ કપડાવાળા ને ક્યાંય લાઈનમાં ઉભા રહેતા જોયા છે?!.
આવોજ કકળાટ યાર્ડમા મજૂરી કામે આવતા મજૂરોમા હતો. ડીઝલ ની અછત ને લઈ ટ્રાન્સપોર્ટેશન માટે વાહનો પૂરતા મળતાનથી.તેથી મજૂરી કામ પૂરતું મળતું નથી. જેની સીધી અસર ખીસ્સા મા આવતી આવક પર વર્તાઈ રહીછે. યાર્ડ સેક્રેટરી અને વેપારીઓએ જણાવ્યું હતુ કે ડીઝલ ની અછત અને ભાવ વધારા ની અસર ખેડૂતો અને વેપાર ધંધા બંને પર વર્તાઈ રહીછે.
ખેતી કરવી કે ડીઝલની લાઈનમા ઉભું રહેવું?ખેડૂત
માખણીયા ગામના ખેડૂત અશોકભાઈ કુરજીભાઈ ખરા તડકામા ડીઝલ મેળવવા ઉભાહતા.તેઓએ તીખી પ્રતિક્રિયા આપીહતી.કટાક્ષ કર્યોહતોકે ટ્રાવેલ્સ, ટ્રાન્સપોર્ટ વાળા અથવાતો ઇસ્ત્રીટાઈટ કપડાં વાળાને ડીઝલ ની લાઈનમાં ક્યાંય ઉભા રહેતા જોયાછે?!બધેજ ખેડૂત લાઈનમાં છે.ડીઝલ ની દોડધામ માતો જુઓ કપડાફાટી ગયાછે.ડીઝલ ની લાઈનમાં ઉભા રહેવું કે ખેતી કરવી?ટ્રેકટર થી ખેતીકામ કરતા હોઈએ એટલે ડીઝલ વગર ખેતી શક્યનથી.
વેપાર-ખેતી બંનેને નુકસાન:ખેડૂત
ખેતીકામ સાથે યાર્ડમાં વેપાર કરતા સરવૈયા તખતસિંહ એ ડીઝલ ની અછત અને ભાવ વધારા ને લઈ પ્રતિક્રિયા આપી હતીકે પરિવહન ને સીધી અસર થઈછે.હાલ નાણાંની ભીડ પણછે. વાહનોમા ભાડા વધવાના કારણે ખેડૂતોને પાંચ રૂપિયા નીચામળે,તેની સાથે વેપારીઓ ને પણ નુકશાન છે.
રાજકોટ શીંગ મોકલીએ ત્રણ વખત ડીઝલ પુરાવવું પડે છે: વેપારી
યાર્ડમા વીસેક વર્ષથી વેપાર કરતા સુધીરભાઈ જાની એ જણાવ્યું હતુ કે રાજકોટ શીંગનો ટ્રક મોકલીએ તો ત્રણ સ્થળે ડીઝલ મેળવવા માટે રોકાવવું પડેછે.કારણકે 2 હજાર રૂપિયા થી વધુનું ડીઝલ આપતા નથી.વાહનો મળી જાય પરંતુ ડીઝલ મળવું મુશ્કેલછે.ડીઝલ મોંઘું અને ન મળવાના કારણે એકગુણીએ 5-10 રૂપિયા નો વધારો આવ્યોછે.હાલ ખેડૂતો જ નહીં વેપારીઓ પણ મુશ્કેલી નો સામનો કરી રહ્યાછે.
આખરે નુકશાનીતો ખેડૂતોને
જ ને: યાર્ડ સેક્રેટરી
તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજિતભાઈ પરમાર એ જણાવ્યું હતુ કે અગાઉ યાર્ડમાં જે વાહનો ની અવર ઝવર રહેતી,જે માલનું ટ્રાન્સપોટેશન થતુંહતું તેમા ઘટાડો જોવા મળી રહ્યોછે.કચ્છ મા મગફળી ની એક ગુણ મોકલવી હોય તો પહેલા 65 થતા હતા હવે 85 રૂપિયા થાયછે.આ બધોજ બોજોતો આખરે ખેડૂતો ને મળતા ભાવ ઉપરજ આવવાનોછે,અંતે નુકશાની તો ખેડૂતોને હાલ થઈરહીછે.
ડીઝલની અછતને લઈ દા’ડીમાં પણ અછત: મજૂર
દેવળીયા ગામેથી યાર્ડમા મજૂરીકામે આવતા મગફળી ની ગાડી ભરતા ભાવેશભાઈ પરષોત્તમભાઈ એ જણાવ્યું હતુંકે ડીઝલ ની અછતના કારણે ગાડીઓ ઓછી ભરાય છે આથી અમોને મજુરીકામ ઓછુંમળે છે.ડીઝલ ની અછતે ને લઈ મજૂરી કામમાં પણ અછત વર્તાઈરહી છે.
