જોરાવર નગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમના રવીભાઈ, હરદેવસિંહ, યુવરાજસિંહ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન રતનપર ગાંડાવાડી વિસ્તારમાં રહેતા અનીશ રફીકભાઈ માલાણી પાસે ગેરકાયદેસર પીસ્ટલ હોવાની તથા તે હાલ ચાલીને રતનપરના રામેશ્વર મંદિરથી વોરાના પેટ્રોલપંપ તરફ જતો હોવાની બાતમી મળી હતી. જેમાં 25 વર્ષીય અનીશ માલાણી પોલીસને જોઈ નાસવા લાગતા તેને કોર્ડન કરીને દબોચી લેવાયો હતો આ શખ્સની તપાસ કરાતા તેની પાસેથી રૂ. 40 હજારની કિંમતની ગેરકાયદેસર પીસ્ટલ મળી આવી હતી. આ પીસ્ટલ અંગે પુછતા અનીશે માલાણીએ સુરેન્દ્રનગરની ફીરદોષ સોસાયટીમાં રહેતા ઈમરાન ઉર્ફે ઈરફાન રહીમભાઈ જેડા પાસેથી લીધુ હોવાનું જણાવતા બન્ને સામે જોરાવરનગર પોલીસ મથકે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધવામાં આવી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
ધ્રાંગધ્રા હાઇવે પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો: 6પ.16 લાખનો મુદ્દામાલ જપ્ત
ટ્રક ચાલક સહિત ર ની ધરપકડ કરાઇ સુરેન્દ્રનગર ના ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કલ્પના... -
સુરેન્દ્રનગરના કોંઢ ગામે પાવર ગ્રીડ કંપનીનું કામ અટકાવી ખેડુતોનો ઉગ્ર વિરોધ : 40ની અટકાયત
તણાવપુર્ણ માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સુરેન્દ્રનગરના કોઢ ગામમાં પાવરગ્રીડ કંપનીનું કામ અટકાવવા બાબતે ખેડૂતો દ્વારા... -
સુરેન્દ્રનગરના નર્મદા વિભાગના સરકારી ક્વાર્ટ્સમાં આવારા તત્વોનો આતંક
નશીલા દ્રવ્યોનું સેવન મહિલાઓ સાથે ગેરવર્તન : એસ.પી.ને કરી રજૂઆત નશીલા દ્રવ્યોનું સેવન મહિલાઓ સાથે ગેરવર્તન...
