સુરેન્દ્રનગર જિલ્લામાં અપહરણ અને લૂંટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આશરે એક મહિના પહેલા સુરેન્દ્રનગરના જામવાડી ગામ પાસે આવેલા ભારત પેટ્રોલ પંપ ખાતે બનેલ આપહરણ અને લૂંટના બનાવવામાં નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને લૂંટ કરવામાં આવેલો તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસને મળેલી ખાનગી બાદ મીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ઉપર વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે આ તમામ ઈસમો છે તે એક કારમાં પસાર થવાના હોય તેવી બાતમી થાનગઢ પોલીસને મળી હતી આ આધારે થાનગઢ પોલીસ દ્વારા વોચ ગોઠવી અને ત્યાંથી પસાર થઈ રહેલી મારુતિ સુઝુકી કંપનીની ઇકો કાર ઊભી રાખવામાં આવી હતી અને તેની પહેલાથી લેવામાં આવતા લૂંટના અને અપહરણના ગુનાના ચાર આરોપી તેમાં હોવાનો ધડાકો થયો હતો.
ત્યારે આ આધારે ભરતભાઈ રમેશભાઈ મેઘાણી રહે મોટી મોલડી તેમજ મહેશભાઈ રઘુભાઈ સોમાણી રહે ખેરડી જગાભાઈ રાજાભાઈ પંચાળીયા રહે પીપડીયા વેલજીભાઈ મેઘાણી રહે મોટી મોલડી વાળા ની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેમની ઇકો કારમાંથી તલાસી લેવામાં આવતા તેમાંથી લોખંડના પાઇપ તેમજ અન્ય એક છરી અને અન્ય મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
ત્યારે આ આધારે થાનગઢ પોલીસ દ્વારા લૂંટમાં ગયેલા મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને કુલ 2.28 લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કરી અને ચાર ઈસમોની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને લૂંટ અને અપહરણ નો ગુનો આચારનાર ચાર ઇસમો વિરોધમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
