ભાણવડના ભવનેશ્ર્વર ગામેથી 8 ટન ગેરકાયદે બેલા ભરેલો ટ્રક ઝડપાયો

પોલીસે વાહન ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

બરડા પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોઉઠી છે. ભાણવડના ભવનેશ્ર્વર ગામ નજીકથી એલસીબીની ટીમે ચેકીંગ દરમિયાન ગેરકાયદે 8 ટન બેલા ભરેલો ટ્રક ઝડપી લઈ વાહન ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહીલ કરવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. મશરીભાઈ ભારવાડીયા, શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા તથા મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાબેના ભવનેશ્વર ગામ તરફથી ઝેરારા ગામ તરફ જતા માર્ગે પસાર થતા જી.જે. 12 વી 8192 નંબરના ટાટા કંપનીના એક ટ્રકને અટકાવી, ચેકિંગ કરવામાં આવતા આ ટ્રકમાં સફેદ બેલા પથ્થર મળી આવ્યા હતા. જે ગેરકાયદે રોયલ્ટી વગરના પાસ પરવાના વગરના હોય, જેથી તેનું પરિવહન કરવામાં આવતા આ વાહનના ચાલક એવા ઢેબર ગામના અજીત સુલેમાન હિંગોરા (ઉ.વ. 38) ને પોલીસે ઝડપી લઇ, કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી છે. આ ટ્રકમાં આશરે 8 ટન વજનના 400 નંગ બેલા પથ્થર હોવાનું જાહેર થયું છે.

રિલેટેડ ન્યૂઝ