11 હોટલ ,રેસ્ટોરન્ટ, ફરસાણના વિક્રેતાઓને સ્વરછતા અંગે તાકીદ કરાઈ: નમુના લેવાયા
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આરોગ્ય વિષયક ખાણીપીણી ના પદાર્થોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને 12 મસાલા તેમજ બે ગોલા ના નમુના લેવાયા હતા. 11 કેટલી હોટેલ , રેસ્ટોરન્ટ ડેરી માં સ્વચ્છતા બાબતે ચેકિંગ કરીને સૂચનાઓ આપવામાં આવી હતી. જ્યારે 105 કિલો સડેલી અને બગડેલી કેરી નો નાશ કરાયો હતોઉનાળા તથા મસાલાની સીઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર ની સુચના અને માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તાર માંથી 12 જેટલા સ્પાઈસીસ-ના નમુના તથા 2 ગોલા ના નમુના લેવાયા હતા. અને તપાસ અર્થે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા માં મોકલવામાં આવ્યા છે.
ઉપરાંત દરેડ વિસ્તાર માંથી એક લુઝ ડ્રિન્કિંગ વોટર નો નમુનો બેકટેરીયોલોજીકલ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ઢીંચડા, જામનગર ને મોકલવામાં આવ્યો છે. જેના પૃથ્થકરણ રીપોર્ટ મળ્યા પછી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા ના કમિશ્નર ની સુચના અને માર્ગદર્શન હેઠળ, શહેર ના અલગ અલગ વિસ્તાર મા આવેલ 11 જેટલી ડેરી, નોનવેજ શોપ હોટલ-રેસ્ટોરન્ટ, ફરસાણ વિક્રેતા ની પેઢી ઉપર રૂબરૂ ઇન્સપેક્શન દરમિયાન સાફ સફાઈ અને સ્વછતા જાળવવી, હાઇજેનિક કંડીશન મેન્ટેન કરવા, સમયસર પેસ્ટકંટ્રોલ કરાવી લેવા, પેઢીમાં કામ કરતાં કર્મચારી ના ફીટનેશ સર્ટીફિકેટ કરવા , ખાદ્ય પદાર્થ ઢાંકી ને રાખવા, વાસી ખોરાક ન રાખવા વગેરે બાબતે સુચનાઓ આપવામાં આવી હતી.
તેમજ સીઝન ને અનુલક્ષી ને સુભાષ માર્કેટ, વેરસીવાડ નો ઢાળિયો વિસ્તાર માં આવેલ તમામ કેરી વિક્રેતાઓના 15 ગોડાઉન માં જામનગર મહાનગરપાલિકા ના એફએસઓ ની ટીમ દ્વારા રૂબરૂ ચેકિંગ કરી ગોડાઉન માં સડેલી/બગડેલી /વાસી કેરી ન રાખવી, કાર્બાઈડ નો ઉપયોગ ન કરવા, હાઈજેનિક કંડીશન મેન્ટેન કરવી, સાફ-સફાઈ અને સ્વચ્છતા રાખવી વગેરે જેવી સૂચનાઓ આપી તાકીદ કરવામાં આવ્યા. અને આશરે 105 કિલો જેટલી સડેલ કેરી મળી આવતા નાશ કરવામાં આવેલ. તેમજ ઓનલાઈન/ઓફલાઈન તેમજ રૂબરૂ તથા ટેલીફોનીક મળેલ ફરિયાદ નિકાલ કરવાની કામગીરી અત્રે ની શાખા દ્વારા કરવામાં આવી હતી. તેમ સીની.ફૂડ સેફ્ટી ઓફિસર જામનગર મહાનગરપાલિકા ની યાદી માં.જણાવાયું છે.
