જામનગરમાં ફૂટપાથ પર રહેતા 7 પરિવારોને રેન બસેરામાં આશરો અપાયો

બી.ડીવીઝન પોલીસની માનવતા વાદી કામગીરી

જામનગર શહેર વિસ્તારમાં જાહેર માર્ગના ફૂટપાથ પર જીવન વ્યતીત કરતા મજૂર વર્ગના પરિવારોને સુરક્ષિત આશરો મળી રહે તે હેતુસર જામનગર સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા માનવતાભરી કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. ગઢવી ના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કવોડના પો.સ.ઇ. ડી.જી. રાજ તથા સ્ટાફના માણસો દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારના ટાઉન હોલ તથા અંબર ચોકડી નજીક જાહેર માર્ગના ફૂટપાથ પર રહેતા મજૂર વર્ગના આશરે સાત પરિવારોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.પોલીસ દ્વારા પરિવારજનોને જાહેર સ્થળે રહેવાના જોખમો અંગે સમજ આપવામાં આવી હતી તેમજ તેમના બાળકોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખી બેડી વિસ્તારમાં આવેલ સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પરિવારોને સરકારી વાહન મારફતે સેલ્ટર હોમ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સુરક્ષિત રહેવા માટેની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જામનગર પોલીસની આ કામગીરીને માનવતાભરી પહેલ તરીકે લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ