૩૦ દિવસમાં હોર્મુઝની ખાડી ખુલવાની સંભાવના

ઇરાનના નિર્ણયથી વૈશ્ર્વિક અર્થતંત્ર માટે મોટી રાહત

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ શરૂ થવાથી સૌથી વધુ રાહત ભારતને મળશે

વૈશ્ર્વિક ઓઇલ સપ્લાયની લાઇફ લાઇન ગણાતા આ દૃરિયાઈ માર્ગ્ોથી કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દૃેશોના જહાજો સરળતાથી અવરજવર કરી શકશે

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્ર્વિક અર્થતંત્ર માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્ર્વભરમાં ઈંધણની કટોકટી સર્જનારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ઈરાને એક મોટો યુ-ટર્ન લીધો છે, જેનાથી ભારત સહિત સમગ્ર દૃુનિયાને મોટી આર્થિક રાહત મળશે.
વૈશ્ર્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાન તરફથી એક ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ઈરાન સરકારના સત્તાવાર નિવેદૃન અનુસાર, આગામી ૩૦ દિૃવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ જ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. આ દૃરિયાઈ માર્ગેથી હવે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દૃેશોના જહાજો સરળતાથી અવરજવર કરી શકશે. યુદ્ધના કારણે દૃુનિયાભરમાં સર્જાયેલા તેલના સંકટ વચ્ચે આ સમાચારને વૈશ્ર્વિક બજાર માટે એક સંજીવની સમાન માનવામાં આવી રહૃાા છે.
આ દૃરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આખી દૃુનિયાને ચોંકાવી દૃીધી છે. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે લખ્યું છે કે, અમેરિકા, ઈરાન અને આ ક્ષેત્રના અન્ય દૃેશો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી લગભગ નક્કી થઈ ચૂકી છે. આ ડીલ હેઠળ હોર્મુઝના દૃરિયાઈ માર્ગને ફરીથી સંપૂર્ણપણે ખોલવામાં આવશે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.
આ વૈશ્ર્વિક સમજૂતી પાછળ અન્ય દૃેશોની મધ્યસ્થતા પણ કામ કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે તેમના દૃેશે ઈરાનના નેતાઓ સાથે ખૂબ જ સકારાત્મક વાતચીત કરી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની બેઠક ખૂબ જ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મરે પણ આ પ્રગતિને આવકારી છે. તેમણે સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું છે કે દૃુનિયાને અત્યારે એક એવા કરારની જરૂર છે જે આ યુદ્ધનો અંત લાવે અને હોર્મુઝના માર્ગને કાયમ માટે સુરક્ષિત બનાવે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ શરૂ થવાથી સૌથી વધુ રાહત ભારતને મળશે. ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ ટકાથી વધુ ક્રૂડ ઓઈલ વિદૃેશથી આયાત કરે છે, જેનો એક બહુ મોટો હિસ્સો આ હોર્મુઝના દૃરિયાઈ માર્ગેથી જ ભારત આવે છે. યુદ્ધના ડરને કારણે અત્યાર સુધી જહાજો આ ટૂંકો માર્ગ ટાળીને લાંબા રૂટ પરથી ફરીને આવતા હતા. જેના કારણે દૃરિયાઈ વીમો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ખૂબ વધી ગયો હતો. હવે આ રસ્તો સુરક્ષિત થતાં જ માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટશે, જે સીધો જ ભારતના આયાત-નિકાસ વેપારને બૂસ્ટ આપશે અને દૃેશમાં તેલના ભાવ સ્થિર રાખવામાં મદૃદૃ કરશે.
જો આ સમજૂતી સત્તાવાર રીતે લાગુ થઈ જશે, તો વિશ્ર્વભરમાં તેલ અને ગેસની સપ્લાય ચેઈન ફરી મજબૂત બનશે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો પર બ્રેક વાગશે અને વૈશ્ર્વિક બજારમાં સ્થિરતા આવશે, જેનાથી મોંઘવારીનો સામનો કરી રહેલા તમામ દૃેશોના અર્થતંત્રને નવી ઓક્સિજન મળશે.

સારી ડીલ થશે અથવા ઇરાનન્ો તબાહ કરી દૃઈશુ

અમેરિકી પ્રમુખ ટ્રમ્પની ચેતવણી

આંતરરાષ્ટ્રીય સ્તરે બે મોટા અહેવાલો સામે આવ્યા છે. એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં મોટો વળાંક આવી રહૃાો છે. તો બીજી તરફ વ્યાપારી મોરચે અમેરિકાએ ભારતમાં રોકાણના મામલે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અંગે કોઈ મોટા નિર્ણય તરફ ઈશારો કર્યો છે. અમેરિકન મીડિયા આઉટલેટ એક્સિઓસ ના અહેવાલ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલમાં ઈરાનના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહૃાા છે, અને આજ રાત સુધીમાં એ નક્કી કરી લેશે કે આ વાટાઘાટોને આગળ વધારવી છે કે પછી સૈન્ય કાર્યવાહી કરવી છે.
એક ઇન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હાલમાં સ્થિતિ ૫૦-૫૦ પર છે. કોઈ સારી ડીલ થશે અથવા તેઓ ઈરાનને સંપૂર્ણપણે નષ્ટ કરી દૃેશે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે બંને દૃેશો એક એવા કરારની ખૂબ નજીક પહોંચી રહૃાા છે, જેનાથી ઈરાન પરમાણુ હથિયાર મેળવતા અટકશે અને તેના સંવર્ધિત યુરેનિયમને સુરક્ષિત રીતે સંભાળવાની ગેરંટી મળશે.

રિલેટેડ ન્યૂઝ