રેલવેમાં આગના બનાવો વધી રહૃાા છે, જે મુસાફરો માટે િંચતાનો વિષય છે આગ લગાડવા પાછળ આતકંવાદૃીઓની મેલી મુરાદૃ હોવાની શક્યતા છે
સુરક્ષા, સંરક્ષા અને સમય આ ધ્યેય વાકયવાળા ભારતીય રેલવેમાં તથા ત્ોમાં મુસાફરી કરતા મુસાફરો માટે સુરક્ષાન્ો લઇ જે જોખમોના સંકેત મળ્યા છે ત્ો ખરેખર િંચતાજનક છે.
આ સંકેત દૃેશભરની રેલવેમાં જે આગની ઘટનાઓ બની રહી છે ત્ો સંદૃર્ભમાં છે. રેલવેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આમાંથી ઘણી સામાન્ય દૃુર્ઘટના ન હતી પરંતુ નિશ્ર્ચિત સ્વરૂપ્ો અસામાજિક તત્વોએ રેલવેમાં આગની ઘટનાન્ો અંજામ આપ્યો હતો.
ઉપરાંત એવી શંકા વ્યકત કરવામાં આવી રહી છે કે, કોઇ ષડયંત્ર સાથે મોટી દૃુર્ઘટના પણ થઇ હોત. આવી ઘટનાઓ પાછળ આતંકવાદૃી તત્ત્વો હોય ત્ોવું માની શકાય છે.
ભારતીય રેલવે દૃેશની જીવન રેખા છે, આ રેલવેમાં દૃેશના મધ્યમ વર્ગથી ઉચ્ચ વર્ગના લોકો મુસાફરી કરે છે દૃૂરના ક્ષેત્રોમાં જવા માટે દૃેશની રેલ સ્ોવા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા રેલવેનું આધુનિકિકરણ કરવામાં આવ્યું છે જેમાં વંદૃે ભારત ટ્રેન સહિત ઘણી પ્રિમીયમ સ્ોવાઓનો સમાવેશ થયો છે. ઉપરાંત દૃેશભરમાં રેલવે મથકો પણ આધુનિક બની રહૃાા છે આ રેલવે મથકો પર મુસાફરો માટે જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે આથી હવે રેલવેની મુસાફરી વધુ સુગમ અને સરળ થઇ છે.
રેલવેમાં જે મુસાફરોન્ો મુસાફરી કરવી હોય ત્ોઓ માટે ઓનલાઇન ટિકિટ મેળવવાનીપણ વ્યવસ્થા થઇ છે. આથી મુસાફર ઘરે બ્ોઠા મોબાઇલ અથવા અન્ય ડિજિટલ ઉપકરણ દ્વારા રેલવેની ટિકિટ એડવાન્સ બુિંકગ પણ કરાવી શકે છે.
ભારતની રેલવેમાં દૃરરોજ કરોડો મુસાફરો મુસાફરી કરી રહૃાા છે આથી જો મુસાફરો પર કોઇ જોખમ ઉભું થતું હોય તો નિશ્ર્ચિત સ્વરૂપ્ો આ િંચતાનો વિષય ગણાવી શકાય.
આ વાતમાં હવે શંકા નથી કે, રેલવેના કોચ હવે અગાઉ જેવા રહૃાા નથી ત્ોમાં ઘણી સુવિધા વધારવામાં આવી છે. આગ લાગ્ો ત્યારે કોચમાં એલાર્મ વાગ્ો છે આથી આગની ઘટનાન્ો નિયંત્રિત કરવામાં સમયનો વ્યય થતો નથી.
પરંતુ જ્યારે ટ્રેન દૃોડી રહી હોય છે અન્ો ત્ોમાં આગ લાગ્ો ત્યારે ચોક્કસ સ્વરૂપ્ો કોચમાં કોઇપણ મુસાફર દ્વારા જો જવલનશીલ પદૃાર્થ રાખ્યો હોય તો આ પદૃાર્થ ઝડપથી સળગી ઉઠે છે, ટ્રેનમાં હવે મુસાફરો માટે અમુક કોચમાં એસીની સગવડ પણ રેલવે તંત્ર દ્વારા અપાય છે આથી જો શોટ સર્કિટ થાય તો પણ કોચમાં આગ લાગવાની શક્યતા વધે છે. તાજેતરમાં પશ્ર્ચિમ બંગાળમાં એક રેલવે પ્લેટફોર્મ પર ઉભી હતી ત્યારે આ ટ્રેનના કોચમાં આગ ભભૂકી હતી. રેલવે તંત્ર દ્વારા આ આગ લાગવાની ઘટનાની તપાસ કરવામાં આવી હતી જેમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, કોઇ અસામાજિક તત્વોએ ઇરાદૃાપ્ાૂર્વક કોચમાં આગ લગાવી હતી.
ઉપરાંત ઉત્તર પ્રદૃેશ પોલીસ્ો રાષ્ટ્રવિરોધી ષડયંત્ર સાથે જોડાયેલી એક ઘટનાનો પર્દૃાફાશ કર્યો હતો. રેલવે મુસાફરોના જીવન્ો જોખમમાં નાખવા માટેે સરહદૃની પાર બ્ોઠેલા ત્ોમના આકાઓની સ્ાૂચનાથી ત્ોઓ રેલવેની સંપત્તિન્ો નુકસાન કરવા ત્ૌયાર થયા હતા. રેલવેમાં આગની ઘટનાઓમાં આતંકવાદૃીઓનું ષડયંત્ર હોવાની શક્યતાઓન્ો નકારી શકાતી નથી. ભારતની રેલવેમાં મુસાફરી વેળા તુરંત સળગી ઉઠે ત્ોવા પદૃાર્થો સાથે લઇ જવા પર પ્રતિબંધ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે, રેલવેમાં મોટાભાગ્ો સામાન્ય ઘરના લોકો મુસાફરી કરવાનું વધુ પસંદૃ કરતા હોય છે. કોઇપણ મુસાફર પોતાની સાથે સિગારેટ કે માચીસ લઇને રેલવેની મુસાફરી કરે અને તંત્ર દ્વારા ત્ોની સચોટ તપાસ થાય ત્ો બાબત લગભગ અશકય છે કારણ કે, રેલવેમાં દૃરરોજ હજારો અને લાખોની સંખ્યામાં મુસાફરો અવર જવર કરતા હોય છે.
ઉપરાંત હવે દૃેશમાં રેલવેની સ્ોવાઓમાં નોંધપાત્ર વધારો થયો છે આથી મોટા શહેરોમાં ઘણા રેલવે પ્લેટફોર્મ હોવાથી આ સંખ્યાબંધ રેલવે પ્લેટફોર્મ પર મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે આથી મુસાફરોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવા છતાં જે સગવડ દૃેશના એરપોર્ટ પર હોય છે ત્ોવી સગવડ મોટા શહેરોમાં મોટા પ્લેટફોર્મ પર કરવી અશક્ય છે.
