એમેઝોન પે દ્વારા 280 મિલિયન વાહન માલિકો માટે ગ્રેટ ડીલ્સ સાથે વેહિકલ ઈન્શ્યુરન્સ પોર્ટફોલિયો વિસ્તાર્યો

એમેઝોન પે દ્વારા તેનો વેહિકલ ઈન્શ્યુરન્સ પોર્ટફોલિયો વિસ્તારવાની ઘોષણા કરીને એચડીએફસી એર્ગો, એકો અને આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સાથે તેની ભાગીદારી થકી કાર અને ટુ વ્હીલર્સ પર તેની ઓછી કિંમતો વિસ્તારીને રાષ્ટ્રવ્યાપી આસાન રક્ષણ પૂરું પાડ્યું છે. ગ્રાહકો હવે સીધા જ એમેઝોન પે થકી તેમના વાહનના વીમા માટે યોગ્ય નિયોજન શોધી શકે છે અને સરળ રીતે તેમનાં વાહનો માટે વીમો સંરક્ષિત કરી શકે છે.
“એમેઝોન પે દરેક ભારતીય માટે ઈનોવેટ કરવા પર ભાર આપીને તેમની પેમેન્ટ અને નાણાકીય જરૂરતોનો ઉકેલ લાવીને જીવન સરળ બનાવે છે અને આકાંક્ષાઓ પૂર્ણ કરે છે. વાહન વીમા પોર્ટફોલિયોનું અમારું નવીનતમ વિસ્તરણ તે કટિબદ્ધતાનું સીધું પ્રતિબિંબ છે. ભારતમાં 70 ટકાથી વધુ રજિસ્ટર્ડ ટુ-વ્હીલર્સનો વીમો નહીં હોવાથી અમે વ્યાપક કેશલેસ ગેરેજ નેટવર્ક લાવવા માટે ભારતની સૌથી વિશ્વસનીય વીમા કંપનીઓ સાથે ભાગીદારી કરીને પહોંચ મર્યાદિત હોય તેવાં ટિયર 2 અને ટિયર 3 શહેરાં વીમા પહોંચ વધુ ઊંડાણમાં લઈ જવા પર કેન્દ્રિત છીએ. અમે સેવા આપવા સાથે લાખ્ખો માર્ગ ઉપભોક્તાઓ માટે મહત્ત્વપૂર્ણ સુરક્ષાનું જાળું પૂરું પાડીએ છીએ અને વધુ નાણાકીય રીતે સંરક્ષિત સમાજ નિર્માણ કરવા મદદરૂપ થઈએ છીએ, એમ એમેઝોન પે ઈન્ડિયાના સીઈઓ વિકાસ બંસલે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ