ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ સર્વે: હવે વધુ મહિલાઓ સ્વતંત્ર રીતે રોકાણના નિર્ણયો લઈ રહી છે

ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ દ્વારા YouGovસાથે ભાગીદારીમાં, આજે ડીએસપી વિનવેસ્ટર પલ્સ 2025-26 રજૂ કરવામાં આવ્યું, જે ભારતના 13 શહેરોમાંના 5,050 શહેરી રોકાણકર્તાઓ સંબંધી રાષ્ટ્રવ્યાપી અભ્યાસ છે, જે ભારતના રોકાણના પરિપ્રેક્ષ્યમાં નિર્ણાયક પરિવર્તન દર્શાવે છે. રોકાણકર્તાઓના વિશ્ર્વાસ અને માળખાગત નાણાકીય આયોજન વચ્ચેનો અંતર વધતો જતો હોવા છતાં મહિલાઓ તેમના નાણાકીય નિર્ણયો સંબંધી જવાબદારી વધુને વધુ પ્રમાણમાં લઈ રહી છે.
આ તારણો પર કોમેન્ટ કરતા, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડના ચેરપર્સન અદિતિ કોઠારી દેસાઈએ જણાવ્યું હતું કે: “વર્ષોથી, અમે ભારતીય મહિલાઓને તેમની નાણાકીય યાત્રામાં ભાગીદારીથી માલિકી તરફ આગળ વધતા જોયા છે. વિનવેસ્ટર પલ્સના આ વર્ઝનમાં જે બાબત ખાસ નોંધપાત્ર છે તે એ કે મહિલાઓ માત્ર સ્વતંત્ર નિર્ણય લેવામાં જ નહીં, પરંતુ જાણકારીભરી સ્વતંત્રતામાં પણ મોખરે છે. મહિલાઓ હવે જ્ઞાનના સોર્સ શોધી રહી છે, માર્કેટ સાથે જોડાઈ રહી છે, સલાહકારોની સલાહ લઈ રહી છે અને પોતાની શરતોએ આકાંક્ષાઓને ઓપ આપી રહી છે. ઉજઙ ખાતે અમારા માટે, આ વિશ્વાસ, પારદર્શિતા અને લાંબા ગાળાની ભાગીદારીમાં મૂળિયા ધરાવતી ઇકોસિસ્ટમ બનાવવાના મહત્ત્વને વધુ બળવત્તર બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ