સ્પેશિયાલિટી મેડિસિન્સ લિમિટેડ, અનેક ઉપચારાત્મક ક્ષેત્રોમાં સ્પેશિયાલિટી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુશનમાં રોકાયેલી કંપની છે, તેણે શુક્રવાર, 20 માર્ચ, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનું લક્ષ્ય બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટેડ થનારા શેર સાથે ₹29.14 કરોડ (અપર પ્રાઇઝ બેન્ડ પર) એકત્ર કરવાનો છે.
આ ઇશ્યુની સાઇઝ ₹10ના અંકિત મૂલ્ય પર પ્રતિ શેર ₹117 – ₹124ની પ્રાઇઝ બેન્ડ સાથે 23,50,000 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્વાલિફાઇડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર – 21,000 ઇક્વિટી શેર સુધી
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ -10,89,000 ઇક્વિટી શેર સુધી
રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સ – 10,90,000 ઇક્વિટી શેર સુધી
માર્કેટ મેકર – 1,50,000 ઇક્વિટી શેર સુધી
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ રિસર્ચ અને ડેવલપમેન્ટ (આરડી) સેન્ટર્સ ખોલવા, આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રોડક્ટ રજીસ્ટ્રેશન અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વેચાણ માટે પ્રોડક્ટ ડેવલપમેન્ટ, માર્કેટિંગ તેમજ પ્રમોશનલ પ્રવૃત્તિઓ માટે ભંડોળ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. આ ઇશ્યુ શુક્રવાર, 20 માર્ચ, 2026ના રોજ ખુલશે અને મંગળવાર, 24 માર્ચ, 2026ના રોજ બંધ થશે.
