પ્રસૂતિ પહેલાંની સંભાળ: જન્મ પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સ શા માટે મહત્વપૂર્ણ છે

ડો. તપન સિંઘલ, એમડી અને સીઇઓ, બજાજ જનરલ ઇન્શ્યોરન્સ લિમિટેડ (અગાઉ બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ તરીકે ઓળખાતી)

માતા-પિતા બનવું એ એક ઊંડા આનંદની લાગણીની સાથે નોંધપાત્ર જવાબદારી પણ છે. ભારતમાં પ્રતિ વર્ષ લગભગ 2.5 કરોડ ગર્ભધારણ થાય છે અને પ્રતિ દિન લગભગ 65,000 બાળકો જન્મે છે. આ આંકડાઓ પાછળ નવા જીવનનું સ્વાગત કરવાની આશા અને અપેક્ષા સાથે તૈયારી કરતા પરિવારો છે. બાળકના સ્વાગતની તૈયારી એક સુંદર પ્રકરણ છે, પરંતુ તે વિચારશીલ આયોજન પણ માંગી લે છે, ખાસ કરીને આર્થિક આયોજન. અંદાજિત તબીબી ફુગાવાનો દર લગભગ 12-14% છે, જે ફુગાવાના સામાન્ય દરથી ઘણો વધુ છે, અને તેને પરિણામે ગર્ભાવસ્થા સંબંધિત ખર્ચનું પ્રમાણ નોંધપાત્ર હોઈ શકે છે.
નોર્મલ તેમજ સિઝેરિયન ડિલિવરી માટે લાખો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ ખર્ચ ઘણીવાર એવા તબક્કે ઉદ્ભવે છે જે તબક્કે પરિવારોનું ધ્યાન આદર્શ રીતે માતાની સંભાળ પર અને ભાવનાત્મક રીતે તૈયાર થવા પર કેન્દ્રિત હોવું જોઈએ, હોસ્પિટલના ખર્ચ પર નહીં. હોસ્પિટલાઇઝેશન અને ડિલિવરી સંબંધિત ખર્ચને કવર કરીને હેલ્થ ઇન્શ્યોરન્સ આ પડકારોને દૂર કરે છે. વધુ મહત્વની વાત એ છે કે, તેને પરિણામે પરિવારો જીવનના આ ખૂબ મહત્વના તબક્કે માતા અને બાળકના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપી શકે છે.
મેટરનિટી કવર શું છે
મેટરનિટી કવર એ મોટા ભાગની વ્યાપક હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાં આપવામાં આવતી એક સુવિધા છે. માતા-પિતા બનવાનો પ્લાન કરી રહેલા દંપતિઓને આ કવરેજ ડિલિવરી સંબંધિત ખર્ચ અને પ્રસૂતિ પછીની સંભાળને લગતી આવશ્યક આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. તેમાં ડિલિવરી પહેલાના અને પછીના 90 દિવસ સુધીના, હોસ્પિટલમાં વિતાવેલો સમય, દવાઓ, ડોક્ટરની ફી તથા સર્જન, નર્સ અને એમ્બ્યુલન્સના શુલ્ક જેવા ઇન-પેશન્ટ ખર્ચને આવરી લેવામાં આવે છે. વધુમાં, પોલિસીના નિયમો અને શરતોને આધિન, તે તમારા નવજાત બાળકના પ્રથમ વર્ષ દરમિયાન જરૂરી રસીકરણને આવરીને તેના સ્વાસ્થ્યને પણ સુરક્ષિત કરે છે.

રિલેટેડ ન્યૂઝ