રેનો ગ્રુપે ઈન્ટરનેશનલ ગ્રોથને લગતા તેના આગામી તબક્કાને વેગ આપવા “futu REady India’ રજૂ કર્યુ

રેનો ગ્રુપ’’futuREady India’ લોન્ચ કરી રહ્યું છે, જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વૃદ્ધિને વેગ આપવા માટેની તેની નવી વ્યૂહાત્મક યોજનાનો પ્રાદેશિક પ્રારંભ છે.આ યોજનાનો ઉદ્દેશ્ય એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાનો છે, જેથી વિશ્વભરમાં ગ્રુપની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરી શકાય.
ભારતની એક અઠવાડિયાની મુલાકાતના અંત ભાગમાં રેનો ગ્રુપના CEO ફ્રાન્કોઇસ પ્રોવોસ્ટે ગયા માર્ચમાં ગ્રુપ દ્વારા રજૂ કરાયેલ ફ્યુચ્યુ રેડી વ્યૂહાત્મક યોજનાનો ભારતીય રોલઆઉટ, ફ્યુચ્યુરેડી ઇન્ડિયા રજૂ કર્યું હતું.
અમારા નવા વિઝન ’રીિીંછઊફમુ’ સાથે રેનો ગ્રુપ એવા ઉચ્ચ ક્ષમતા ધરાવતા અને ઝડપથી વિકસતા બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની આંતરરાષ્ટ્રીય વૃદ્ધિને વેગ આપી રહ્યું છે કે જ્યાં ગ્રુપ પહેલેથી જ મજબૂત પકડ ધરાવે છે. ભારત કે જ્યાં અમે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છીએ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે: રેનો બ્રાન્ડ હાલમાં જે બજારોમાં સક્રિય છે, તેમાં ભારત એકલુ જ વૃદ્ધિની એક તૃતીયાંશથી વધુ ક્ષમતા ધરાવે છે.”
ભારત ફક્ત એક વિકસતું બજાર જ નહીં પણ શ્રેષ્ઠતાના કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એક્સેલેન્સ અને એક્સપોર્ટ હબ તરીકે પણ ઉભરી આવવા માટે સજ્જ છે. અમારી સ્થાનિક ટીમોની પ્રતિબદ્ધતા અને નિપુણતાને લીધે તે ગ્રુપની એકંદર સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવશે.

રિલેટેડ ન્યૂઝ