જિંદાલ સુપ્રીમ (ઇન્ડિયા) લિમિટેડ પાંચ દાયકાથી વધુનો અનુભવ ધરાવતી એક ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરર કંપની છે, જે વિવિધ પાઈપ, ટ્યુબ અને તેની સાથે સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે. કંપનીએ 16 સપ્ટેમ્બર, 2026ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો હેતુ બીએસઇ અને એનએસઇ પર લિસ્ટેડ થનારા શેર સાથે રૂા.124.88 કરોડ એકત્ર કરવાનો છે.
ઇશ્યુની સાઇઝ પ્રત્યેક રૂા.10ના અંકિત મૂલ્ય અને પ્રતિ શેર રૂા.88 – રૂા.93ના પ્રાઇઝ બેન્ડ સાથે 1,34,28,000 ઇક્વિટી શેરની છે.
ઇક્વિટી શેરની ફાળવણી
ક્યુઆઈબી પોર્શન – ઓફરના 50.00%થી વધુ નહીં
નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ – ઓફરના 15.00%થી ઓછા નહીં
રિટેલ ઇન્ડિવિડ્યુઅવ ઇન્વેસ્ટર્સ – ઓફરના 35.00%થી ઓછા નહીં
આ આઈપીઓમાંથી મળેલી ચોખ્ખી રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધારના સંપૂર્ણ અથવા આંશિક રીતે ચુકવણી/પૂર્વ-ચુકવણીના ભાગ રૂપે અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવામાં આવશે. એન્કર બિડિંગ મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026ના રોજ છે. આ ઇશ્યુ બુધવાર, 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ખુલશે અને શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026ના રોજ બંધ થશે.
