ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ લિમિટેડે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 151ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 99 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 2,251.23 કરોડ એકત્ર કર્યાં

ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ લિમિટેડે તેના પ્રસ્તાવિત જાહેર ભરણા (આઇપીઓ) પહેલાં 99 એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી પ્રતિ શેર રૂ. 151ની કિંમતે (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 150ના શેર પ્રીમિયમ સહિત) 14,90,88,220 ઇક્વિટી શેર્સની ફાળવણી કરીને રૂ. 2,251.23 કરોડ એકત્ર કર્યાં છે.
ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસિસ લિમિટેડે મજબૂત અને વૈવિધ્યસભર એન્કર ઇન્વેસ્ટર બુક પ્રાપ્ત કર્યું છે.
ઝેટવર્ક બિઝનેસિસ લિમિટેડની એન્કર ફાળવણીમાં કેપિટલ વર્લ્ડ એન્ડ કેપિટલ રિસર્ચ, બ્લેકરોક, ગોલ્ડમેન સેક્સ, નોમુરા, ભૂતપૂર્વ એચડીએફસીમ્યુચ્યુઅલ ફંડ સીઆઇઓપ્રશાંત જૈનના ફંડ 3ઙ ઇન્ડિયા,સોસાયટી જનરલ,ફસ્ર્ટ સ્ટેટ, લુમિસ સેલ્સ, મેન્યુલાઇફ, કાર્મિગ્નેક, ઇસ્ટસ્પ્રિંગ ઇન્વેસ્ટમેન્ટ્સ, સસ્ક્યૂહૈના અને ધ પ્રુડેન્શિયલ એશ્યોરન્સ કંપની સહિત અગ્રણી વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી જોવા મળી હતી. નોર્વેના ગવર્નમેન્ટ પેન્શન ફંડ ગ્લોબલ અને અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઇએ)જેવા અગ્રણી સોવરેન વેલ્થ ફંડ્સે પણ તેમાં ભાગ લીધો હતો.
એન્કર ફાળવણીમાં ભારતના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ અને પ્રમુખ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂશન્સે પણ ભાગ લીધો હતો, જેમાં એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ, વ્હાઇટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ, કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ, એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ, આઇટીઆઇ મ્યુચ્યુઅલ ફંડ, ધ વેલ્થ કંપની મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઇસ મ્યુચ્યુઅલ ફંડ, ક્વાન્ટ મ્યુચ્યુઅલ ફંડ, હેલિઓસ મ્યુચ્યુઅલ ફંડ, અબક્કસ મ્યુચ્યુઅલ ફંડ, બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડ, બજાજ ફનિસર્વ મ્યુચ્યુઅલ ફંડ અને પીજીઆઇએમ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ