નવરાત્રી સ્પેશિયલ: ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે ગ્લેમ21ની ’ગ્લેમ વેન’, 4 શહેરોમાં મળી રહ્યું છે ફ્રી મેકઓવર અને બ્યુટી એક્સપિરિયન્સ

ઇન્ડિયન બ્યુટી બ્રાન્ડ ગ્લેમ21’ એ પોતાના નવરાત્રી કેમ્પેઇન અંતર્ગત ૠહફળ21 ૠહફળ ટફક્ષ ની શરૂઆત કરી છે. આ ઇવેન્ટ દ્વારા બ્રાન્ડ ગુજરાતના અલગ-અલગ શહેરોમાં ગ્રાહકો સુધી સીધા પહોંચીને તેમને એક ઇન્ટરેક્ટિવ મ્યુટી એક્સપિરિયન્સ આપી રહી છે. આ મલ્ટી-સિટી કેમ્પેઈનનો હેતુ તહેવારોના આ ખાસ અવસર પર લોકોને નવા-નવા બ્યુટી પ્રોડક્ટ્સ ટ્રાય કરવા, ફ્રી સેમ્પલ આપવા અને મજેદાર ફેસ્ટિવ એક્ટિવિટીઝ દ્વારા ગ્રાહકો સાથે સીધા જોડાવાનો છે.
આ 10 દિવસ સુધી ચાલનારી ઇવેન્ટ 9 ઓક્ટોબરે શરૂ થઈ છે અને 18 ઓક્ટોબર સુધી ચાલશે. આ ’ગ્લેમ વેન’ એ પોતાની આ યાત્રાની શરૂઆત 9 અને 10 ઓક્ટોબરે અમદાવાદથી કરી, જેના પછી 11 ઓક્ટોબરે વડોદરા, 12 અને 13 ઓક્ટોબરે સુરત, 14 અને 15 ઓક્ટોબરે રાજકોટ અને અંતમાં 16 થી 18 ઓક્ટોબર સુધી પરત અમદાવાદ આવી ગઈ.
આ કેમ્પેઇનમાં મેકઅપ સેશન અને નવા પ્રોડક્ટ્સ ટ્રાય કરવાથી લઈને, ફ્રી ગિફ્ટ્સ અને બીજી ઘણી મજેદાર એક્ટિવિટીઝ જેવી બાબતો સામેલ છે. આ કેમ્પેઇન દ્વારા લોકો ગ્લેમ21ના પ્રોડક્ટ્સને જાતે સામેથી જોઈને અને ઉપયોગ કરીને અનુભવી શકશે. આ અનોખી પહેલનો હેતુ સુંદરતા અને મેકઅપના એક્સપિરિયન્સને વધુ મજેદાર અને ઇન્ટરેક્ટિવ બનાવવાનો છે. આ ઉપરાંત, આ બધી એક્ટિવિટીઝ દ્વારા લોકો નવરાત્રીના ફેસ્ટિવ માહોલનો પણ ભરપૂર આનંદ માણી શકશે.
આ ઇવેન્ટ વિશે વાત કરતા, ૠહફળ21 ના માર્કેટિંગ હેડ યુવિકા દીક્ષિતે કહ્યું, “નવરાત્રીનો સમય રંગો અને પોતાને મુક્તપણે એક્સપ્રેસ કરવાનો સમય હોય છે. ’ગ્લેમ21 ગ્લેમ વેન’ દ્વારા અમારો હેતુ સમગ્ર ગુજરાતના ગ્રાહકો સુધી અમારા બ્યુટી પ્રોડક્ટ્સને સીધા પહોંચાડવાનો છે, જેથી તેમને અમારા પ્રોડક્ટ્સને એક્સપ્લોર કરવાનો, મેકઅપ અને મેકઓવરની મજા માણવાનો અને મજેદાર ફેસ્ટિવલ એક્ટિવિટીઝમાં ભાગ લેવાનો મોકો મળી શકે, આ પહેલ અમને રાજ્યના સૌથી શાનદાર તહેવારોમાંથી એક દરમિયાન મજેદાર એક્સપિરિયન્સ દ્વારા ગ્રાહકો સાથે જોડાવાની તક આપે છે.”

રિલેટેડ ન્યૂઝ