હીરાની મજુરીના રૂા.70848 ન આપતા છેતરપિંડીની લાઠીના યુવકની ફરિયાદ

સુરતના કારખાનેદારે છેતરપિંડી કર્યાની રાવ

સુરત રહેતા અને હિરાનગર નં-13 વરાછામાં ઓફીસ એડ્રેસ ધરાવતા આરોપીએ લાઠી તાલુકાના દામનગર ગામે હિરાનુ કારખાનુ ધરાવતા યુવકને કાચા હિરાનો રફ માલ મજુરીએ આપતા દામનગરના યુવકે તે કાચા હિરાને પોતાના કારીગરો મારફતે તૈયાર કરી હિરા બનાવડાવી તૈયાર કરાવી હિરા આરોપીને મોકલ્યા હતા. હીરા તૈયાર કરવાની થતી મજુરીના રૂપિયા 70,848 બાબતે આરોપીએ નહિ આપતા આરોપીને અવાર-નવાર ફોન કરવા છતા પણ આરોપી દ્વારા સરખા જવાબ ન આપી, પેમેન્ટ બાબતે યુવકનો ફોન ઉપાડવાનુ બંધ કરી દઇ, પૈસા ન આપી દામનગરના હીરાના કારખાના વાળા યુવક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતા આ અંગે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
જસદણ તાલુકાના કમળાપુર ગામના વતની અને હાલ સુરત રહેતા અને હિરાનગર નં-13 વરાછામાં ઓફીસ એડ્રેસ ધરાવતા આરોપી વલ્લભભાઇ એમ.સાકળીયાએ લાઠી તાલુકાના દામનગર ગામે હિરાનુ કારખાનુ ધરાવતા ભરતભાઇ ઉર્ફે વિજયભાઇ કેશુભાઇ ડાબસરા નામના 32 વર્ષીય યુવકને કાચા હિરાનો રફ માલ મજુરીએ આપી, અને મજુરીનુ પેમેન્ટ સમયસર મળી જશે. તેમ વિશ્વાસમાં લઈ, કાચા હિરાનો રફ માલ આરોપીએ ગત તા.30/6/26 થી તા.2/8/26 દરમ્યાન જુદા -જુદા સમયે દામનગરના યુવકને મોકલાવી દીધા હતા. અને બાદમાં દામનગરના યુવકે તે કાચા હિરાને પોતાના કારીગરો મારફતે તૈયાર કરી હિરા બનાવડાવી તૈયાર કરાવી હિરા આરોપીને મોકલ્યા હતા. બાદમાં દામનગરના યુવકે હીરા તૈયાર કરવાની થતી મજુરીના રૂપિયા 70,848 બાબતે સુરત ખાતે આરોપીને અવાર-નવાર ફોન કરતા આરોપી દ્વારા સરખા જવાબ ન આપી, પેમેન્ટ બાબતે યુવકનો ફોન ઉપાડવાનુ બંધ કરી દઇ, પૈસા ન આપી દામનગરના હીરાના કારખાના વાળા યુવક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરતા આ અંગે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

રિલેટેડ ન્યૂઝ