41 ગ્રાહકોના સોનાના વજન અને કેરેટમાં કથિત ગેરરીતિ કરી કંપનીને રૂ. 1 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાની વિગતો બહાર આવી : 17 ગ્રાહકોની લોનમાંથી નાણાં અંગત ઉપયોગમાં લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી
ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે આવેલી ઈંઈંઋક ફાઇનાન્સની ગોલ્ડ લોન શાખામાં સોનાના દાગીનાના વજન અને કેરેટના મૂલ્યાંકનમાં કથિત ગેરરીતિ કરી કંપની, ગ્રાહકો સાથે કુલરૂ.1,42,65,120ની છેતરપિંડી અને ઉચાપત કર્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કંપનીના એરીયા મેનેજર ધર્મેન્દ્રભાઈ ફોફંડીની ફરિયાદ ના આધારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બ્રાન્ચ મેનેજર ભાવસિંહભાઈ જોરૂભાઈ વાળા અને સહાયક બ્રાન્ચ મેનેજર હિંમત કાળુભાઈ દુદાવાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમા હિંમત હિંમત દુદાવાળા નું 25 સપ્ટેમ્બર, 2026ના વાહન અકસ્માતમાં મૃત્યુ થયાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, ધોકડવા શાખામવાં 10 જુલાઈથી 21 સપ્ટેમ્બર, 2026 દરમિયાન મંજૂર કરાયેલી 41 ગોલ્ડ લોનમાં સોનાના દાગીનામાંથી સ્ટોન, દોરી, મીણ અને અન્ય બિનસોનાની સામગ્રીનું જરૂરી વજન ઘટાડવાને બદલે ઓછું વજન ઘટાડવામાં આવ્યું હતું. કેટલાક દાગીનાની કેરેટ ગુણવત્તા પણ વધુ દર્શાવી હોવાનું ઓડિટમાં સામે આવ્યું હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે. આ રીતે કંપનીને રૂ.1,00,97,254.88ની નાણાકીય ગેરરીતિથી નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની ફરિયાદમાં નોંધ છે. કંપનીની તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ગ્રાહકોને આશરે 0.60 ટકા વ્યાજદરે લોન આપવાની લાલચ આપી વધુ લોન મંજૂર કરાવવામાં આવતી હતીવધારાની લોનની રકમમાંથી અમુક નાણાં બ્રાન્ચ મેનેજર ભાવસિંહભાઈ પોતાના, મિત્રો સગા-સંબંધીઓનાં બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરાવતા હતા. આ રીતે17લોનધારકો સાથે છેતરપિંડી કરી રૂ.38,97,689 ની ઉચાપત કર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું
આ ઉપરાંત, બે ગ્રાહકોના સોનાના દાગીના મૂળ માલિકોની જાણ બહાર અન્ય વ્યક્તિઓના નામે ગીરવે મૂકીલોનખાતાં ખોલવામાં આવ્યાં હતાં.આ વ્યવહારો માં રૂ.2,70,177ની ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં ખુલ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, લોનની રસીદો, લોન ક્લોઝર રિપોર્ટ અને દાગીનાના ફોટોગ્રાફની ચકાસણી દરમિયાન એક જ દાગીના અન્ય વ્યક્તિના નામે ફરીથી ગીરવે મૂક્યાની વિગતો મળી હતી.
કંપનીને 12 સપ્ટેમ્બરે શંકાસ્પદ લોન અંગે ઈ-મેઇલ મળ્યા બાદ ઓડિટ ટીમે ધોકડવા શાખાની તપાસ કરતાં એકસરખી પદ્ધતિથી અનેક લોનમાં ગેરરીતિ થયાનું સામે આવ્યું હતું. બ્રાન્ચ મેનેજર 21 સપ્ટેમ્બરથી શાખામાં આવવાનું બંધ કરતાં કંપનીએ 23 સપ્ટેમ્બરે તેમને સસ્પેન્ડ કર્યા હતા.ગ્રાહકોની રજૂઆતો, બેંક સ્ટેટમેન્ટ, ઓડિટ રિપોર્ટના આધારે કંપનીએ 14 ઓક્ટોબર, 2026ના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદમાં દર્શાવેલી ગેરરીતિઓ, નાણાકીય વ્યવહારો અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં અન્ય ગ્રાહકો સાથે પણ ગેરરીતિ થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આબાબતેગીરગઢડા પોલીસે બા્રાન્ચમેનેજરભાવસિંહ ભાઈ જોરૂભાઈ વાળાની ઘરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.
ધોકડવા બ્રાન્ચમાં થયેલ ગેરરીતિનો હિસાબ
41ગોલ્ડ લોનમાંકથિતગેરરીતિ રૂ.1,00,97,254.88, 17 ગ્રાહકોની લોનમાંથી કથિત ઉચાપતરૂ.38,97,689, બે ગ્રાહકોના દાગીના અન્યના નામે ગીરવે મૂકવાનો કિસ્સો રૂ.2,70,177 કુલ રકમ રૂ.1,42,65,120
તપાસમાં સામે આવેલી કથિત મોડસ ઓપરેન્ડી
સોનામાંથી ઘટાડવાનું બિનસોનાનું વજનઓછુંદર્શાવવું. કેટલાક દાગીનાનું કેરેટ વધુ બતાવી લોન મંજૂર કરવી. ઓછા વ્યાજદરની લાલચ આપી ગ્રાહકોને વધુ લોન લેવડાવવી.લોનની રકમમાંથી નાણાં અન્ય બેંક ખાતાંમાં ટ્રાન્સફર કરાવવા મૂળ માલિકની જાણ બહાર દાગીના અન્ય વ્યક્તિના નામે ગીરવે મૂકવા.
