ઈન્ડિયનઓઈલ જુલાઈ-માર્ચ, 2024 સુધીમાં ગુજરાતમાં નવા 77 ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ શરૂ કરશે

રૂ. 730 કરોડના ખર્ચે કંડલા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલનું વિસ્તરણ, ટૂંકમાં કાર્યરત થશે


ઈન્ડિયન ઓઈલની ગુજરાત સ્ટેટ ઓફિસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તથા સ્ટેટ હેડ શ્રી એમ. અન્ના દુરાઈએ અહીં આઈઓસીએલના વેચાણ, ભાવિ વિસ્તરણ યોજનાઓ તથા વિવિધ પ્રોડક્ટ્સ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. શ્રી એમ. અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે વડોદરા સ્થિત કોયલી રિફાઈનરી કે જે હાલમાં 13.7 એમએમટીપીએની ક્ષમતા ધરાવે છે તેની ક્ષમતામાં વિસ્તરણ કરાશે. સપ્ટેમ્બર, 2023 સુધીમાં માલિયા, મહુવેજ તથા રાધનપુરમાં ત્રણ એલએનજી સ્ટેશન તથા કોયલી જીઆરઆઈ ખાતે એક હાઈડ્રોજન સ્ટેશન સપ્ટેમ્બર, 2024 સુધીમાં કાર્યરત કરાશે.
જ્યારે ગુજરાતમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન્સના રિટેલ આઉટલેટ્સની સંખ્યા 282 છે, જેમાં જુલાઈ-માર્ચ, 2024 સુધીમાં વધુ 77નો ઉમેરો કરાશે. જુલાઈ-માર્ચ,2024 સુધીમાં ડઙ95 બ્રાન્ડેડ ફ્યુઅલ્સના નવા 118 રિટેલ આઉટલેટ્સ, ડઙ100ના નવા 12 રિટેલ આઉટલેટ્સ તથા ડૠના નવા 417 રિટેલ આઉટલેટ્સ શરૂ કરવાની યોજના છે.ગત નાણાકીય વર્ષ (2021-22) દરમિયાન કંપનીએ સરકારી તિજોરીમાં રૂ. 10307 કરોડ (વેટ પ્લસ જીએસટી)નું અને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રૂ.11,794 કરોડનું યોગદાન આપ્યું હોવાનું તેમણે માહિતી આપતાં જણાવ્યું હતું.
ગુજરાતે વર્ષ 2022-23ના સમયગાળા દરમિયાન ગત વર્ષના સમયગાળાની તુલનાએ 134 ટકાની વૃદ્ધિ સાથે દેશમાં સૌથી વધુ 343 ટીએમટી બલ્ક એલપીજીનું વેચાણ કર્યું હોવાની માહિતી તેમણે આપી હતી. (અઈં: 69%)
કંડલામાં વિસ્તરણ અંગેની કંપનીની યોજના અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે રૂ. 730 કરોડના ખર્ચેકંડલા એલપીજી ઈમ્પોર્ટ ટર્મિનલની વિસ્તરણની કામગીરી ચાલી રહી છે, જે જૂન, 2023 સુધીમાં કાર્યરત થશે. આ પ્રોજેક્ટમાં અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે,જેમાં પ્રોપેન/ બ્યુટેનના સંગ્રહ માટે 2ડ્ઢ15000 ખઝની ક્ષમતા ધરાવતી વધારાની રેફ્રિજરેટેડ ટેન્ક્સ, 2ડ્ઢ600 ખઝની માઉન્ડેડ સ્ટોરેજ તથા 2ડ્ઢ 13 ખઝ કમ્પ્રેસર સહિતની અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે.

રિલેટેડ ન્યૂઝ