દ્વારકાના શિવરાજપુર બીચ પર મંજૂરી વિનાનું સ્કૂબા ડાઈવીંગ દેશ-વિદેશના સહેલાણીઓના જીવના જોખમે ચાલતી પ્રવૃત્તિ

(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. 27
દ્વારકા નજીકના શિવરાજપુર બીચ પર લાંબા સમયથી એડવેન્ચર સ્પોર્ટસ એકટીવીટીમાંની સ્કૂબા ડાઈવીંગ પ્રવૃત્તિ તંત્રની કોઈપણ જાતની મંજૂરી વિના જ બેરોકટોક ચાલતી હોવાનું બહાર આવતાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બીચ પરદેશ-વિદેશના સહેલાણીઓના જીવના જોખમે ચાલતા સ્કૂબા ડાઈવીંગ પર સવાલો ઊભા થયા છે. દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચને થોડા સમય પહેલાં જ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકેની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થતાં તેમજ કેન્દ્ર – રાજ્ય સરકારના ટુરીઝમનાં અથાગ પ્રયત્નોથી શિવરાજપુર બીચ આજે ગુજરાતના ટુરીઝમ પોઈન્ટ્સમાં અગ્રતા ક્રમે ઉભરી રહયુ હોય છેલ્લાં થોડા સમયમાં લાખો સહેલાણીઓએ શિવરાજપુર બીચની મુલાકાત લીધી છે. ત્યારે અન્ય ટુરીઝમ એટ્રેકટીવ એકટીવીટીઝની સાથોસાથ શિવરાજપુર બીચ બ્લ્યુ ફ્લેગ બીચ હોય અહિંના નીલા આકર્ષક અને સ્વચ્છ પાણીમાં સ્કુબા ડાઈવીંગ જેવી એડવેન્ચર એકટીવીટી પણ છેલ્લા સમયમાં ખૂબ પ્રચલિત બની છે. પરંતુ હાલમાં અહીં અલગ અલગ એજન્સીઓ દ્વારા થતી સ્કૂબા ડાઈવીંગ પ્રવૃતિમાં કોઈપણ વ્યકિત ઈસમે આ અંગે જવાબદાર તંત્રની કોઈપણ જાતની મંજૂરી વિના જ કુબા ડાઈવીંગ કરાવાતું હોવાનું બહાર આવ્યું છે. દેશવિદેશના એડવેન્ચર સ્પોર્ટસને પસંદકર્તા તેમજ સામાન્ય સહેલાણીઓ પણ સ્કુબા ડાઈવીંગ પ્રત્યે આકર્ષીત થઈ સ્કુબા ડાઈવીંગ કરી રહ્યા હોય ત્યારે મંજૂરી વિના જ ચાલતી આ પ્રવૃત્તિથી દેશ-વિદેશના સહેલાણીઓના જીવના જોખમે ચાલતી પ્રવૃત્તિ સામે સવાલો ખડા થયા છે. તંત્ર દ્વારા આ સંગીન મામલે તુર્ત કાર્યવાહીની અપેક્ષા સેવાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ