ધોરાજીના ઝાંઝમેર નજીક સોની વેપારીના થેલાની લૂંટ

બાઇક પર આવેલા બે શખ્સો વેપારીને પછાડી થેલો લઇ રફફુચક્કર : પોલીસે નાકાબંધી કરી

ધોરાજી તા. 12
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સોની કામની દુકાન ધરાવતા સોની વેપારીનો બે અજાણ્યા શખસો થેલો ઝુંટવી નાસી જતા ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ ઉપલેટા ખાતે રહેતા રમેશભાઈ અમૃતભાઈ સોની ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામે સોની કામની દુકાન ધરાવે છે. આથી તેઓ દરરોજ ઉપલેટા થી ઝાંઝમેર વ્યવસાઇક કામ સબબ અપ ડાઉન કરતાં હોઈ જેમા પોતાનાં સોના ચાંદીના દાગીના ઉપલેટા થી લાવી ઝાંઝમેર અને આસપાસના ગામોમાં વેચતા હોય. આજરોજ સાંજના સાડા પાંચ વાગ્યા પછી તેઓ પોતાનો દાગીના નો થેલો લઈને ઉપલેટા પોતાનાં ઘરે પરત ફરી રહ્યાં હતાં તેવામાં સોની વેપારી એ પોલીસને જણાવ્યા મુજબ ઝાંઝમેર થી સુપેડી ગામ વચ્ચે બે અજાણ્યા બાઈક સવારે તેમને ધક્કો મારી દેતા રાજેશભાઈ સોની નું મોટરસાયકલ ફંગોળાઈ ગયું હતું. અને અજાણ્યા બાઈક સવાર તેમનો થેલો ઝુંટવી નાસી ગયા હતા. સોની વેપારીએ આ બાબતે પોલીસને જાણ કરતા ધોરાજી પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. વેપારીએ જણાવેલ કે થેલામાં સોનાનો એક દાણો અને 20 જોડી ચાંદીના સાંકળા હતાં. જે થેલો લૂંટી અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા.
બનાવના પગલે ધોરાજી પોલિસે આજુબાજુના માર્ગો પર નાકાબંધી ગોઠવી અને સીસી ટીવી ફૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી છ

રિલેટેડ ન્યૂઝ