સોનીબજારમાં દબાણ હટાવાયા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 13
મહાનગરપાલિકાના એક્શન પ્લાન વન ડે વન રોડ અંતર્ગત કમિશ્ર્નર અમિત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગ ની સમસ્યાને અંતર્ગત કમિશ્ર્નર દ્વારા રજૂ કરાયેલ એક્શન પ્લાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. 13 ના રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમના વોર્ડ નં. 7 માં સમાવિષ્ટ પેલેસ રોડ પર ફૂટપાથ, એલ.ઓ.પી. માર્જિન તતા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો ગેરકાયદેસર બાંધકામ, દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ 22 સ્થળોએ દબાણ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ 22 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 5700 ચો.ફૂટ પાર્કિંગ-રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવ્યું હતું.
વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.7 માં સમાવિષ્ટ પેલેસ રોડ પર ફૂટપાથ, એલ.ઓ.પી., માર્જિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ 22 સ્થળોએ દબાણ દુર કરી અંદાજે 5700 ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે. લક્ષ્મી જ્વેલર્સ, સોનલ જ્વેલર્સ, રૂપ જ્વેલર્સ, ધાર્મિક જ્વેલર્સ, વ્રજેશ્વર જ્વેલર્સ, ભુમી જ્વેલર્સ, હર્ષદ જ્વેલર્સ, શ્રી રાધે જ્વેલર્સ, એફ. એમ. ચશ્માવાલા, એમ. ખીમજી જ્વેલર્સ, મણીદીપ જ્વેલર્સ, વૃજલાલ ખુશાલદાસ જ્વેલર્સ, સોહન જ્વેલર્સ, બાલક્રિશ્ના જ્વેલર્સ, શ્રી રામ જ્વેલર્સ, રારા જ્વેલર્સ, મનોજકુમાર ખુશાલદાસ જ્વેલર્સ, જયંતભાઈ ખુશાલદાસ જ્વેલર્સ, જયદીપ જ્વેલર્સ, રાજશ્રુંગી કોમ્પ્લેક્ષ, જીજ્ઞેશ જ્વેલર્સ અને મધુરમ જ્વેલર્સ ખાતેથી નડતરરૂૂપ સાઈન બોર્ડ દુર કરવામાં આવેલ છે. તેમજ અનેક જ્વેલર્સના ધંધાર્થીઓને દુકાનની આગળ વાહન પાર્ક ન થઈ શકે તે પ્રકારની લોખંડની ઝાળી તેમ જ પાઈપ ન ખોડવાની સૂચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર એમડી સાગઠીયાના માર્ગદર્સન હેઠળ ટીપી વિભાગના કર્મચારીઓ તમ જ જગ્યા રોકાણ શાખા અને વિજિલેન્સ વિભાગના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજ રોજ સેન્ટ્રલઝોનમાં પાર્કિંગ અને માર્જીંગમાં થયેલા દબાણ દુર કરવાની કાર્યવાહી હાથ ધરી જ્વેલર્સના ધંધાર્થીઓએ દુકાનની આગળ કરેલા ઓટલા, છાપરા, લોખંડની જાળી, સહિતના દબાણો દુર કરી જીરો લેવલ પાર્કિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલ અને 22 સ્થળેથી દબાણો દુર કરી 5700 ચો.ફૂટ જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.

રિલેટેડ ન્યૂઝ