દિવાળીના તહેવારમાં રૂ.100માં કિલો સીંગતેલ આપશે સરકાર

રાજકોટ સહિત રાજયભરના 72 લાખ ગરીબ પરિવારને થશે ફાયદો

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ,તા.22
દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટના 3 લાખ સહિત રાજ્યભરના 72 લાખ ગરીબ પરિવારોને રાહતદરે સીંગતેલનું વિતરણ કરવાની જાહેરાત આજે વિધાનસભામાં પૂરવઠા મંત્રીએ કરી છે. અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે જણાવ્યું છે કે, રાજયનો છેવાડાનો માનવી પણ ભૂખ્યોના સુવે એની ચિંતા છેલ્લા 27 વર્ષથી અમારી સરકાર કરી રહી છે.એટલુંજ નહી ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એની પણ સંપૂર્ણ ચિંતા અમે કરીને ખેડૂતોના પડખે ઉભા રહીને ખરીદી પણ કરી છે. આજે ગુરુવારે વિધાનસભા ખાતે ખાદ્યતેલના
ભાવો અકુશમાં રાખવા અગેના ટૂંકી મુદતના પ્રશ્ર્નના પ્રત્યુંતરમાં મંત્રીએ ઉમેર્યું કે,ખેડૂતો અને નાગરિકો બંન્નેની ચિંતા કરતી આ સરકાર છે.
યુક્રેનના યુધ્ધના પરિણામે આતર રાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલના આયાત નિકાસમાં પ્રશ્ર્નો હતા પરંતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત
આયોજનના પરિણામે ગરીબ પરિવારોને કોઈપણ તકલીફ પડવા દીધી નથી. તેમણે કહ્યું કે,ગરીબ પરિવારોને ખાદ્યતેલ આપવા માટે મુખ્યમંત્રીએ રાહતદરે સીંગતેલ પુરૂ પાડવા માટેનો નિર્ણય કર્યો છે અને ગરીબ પરિવારોને પહેલીવાર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રૂ.100ના રાહત દરે વિતરણ કરાશે.જેનો લાભ 70 લાખ કાર્ડધારકોને મળશે આ માટે રાજય સરકાર રૂ.97ની સબસીડી નાગરિકો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના 66.67 લાખ ગરીબ પરિવારને પ્રતિ કુટુંબ એક લીટર સીંગતેલનું વિતરણ રૂૂ.100ના રાહત દરે
વિતરણ કરવામાં આવ્યું છે.અને આ મુજબ આગામી દિવાળીના તહેવારોમાં પણ વિતરણ કરાશે જેની શરૂૂઆત તા.1લી ઑકટોમ્બરથી કરાશે.

રિલેટેડ ન્યૂઝ