રેલ્વેને 7900 ચો.મી.સરકારી જમીન ડબલ ટ્રેક માટે ફાળવવા દરખાસ્ત

ગ્રામ્ય પ્રાંત અધિકારીએ રાજકોટ પડધરી તાલુકાની ખાનગી જમીન સંપાદીત કર્યાબાદ કાર્યવાહી હાથ ધરી


રાજકોટ-જામનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેક બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રાજકોટ અને પડધરી
તાલુકાની સરકારી તેમજ ખાનગી જમીન સંપાદીત કરવાની ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે રાજકોટ અને પડધરી તાલુકાના 13 ગામડાની ખાનગી 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન સંપાદીત કરી ખેડૂતોને વળતર પેટે
પૈસા ચૂકવી દીધા બાદ રાજકોટ અને પડધરી તાલુકાની રેલવે લાઈનને અડીને આવેલી 79,000 ચોરસ મીટર સરકારી જમીન સંપાદીત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તાજેતરમાં જ રેલવે તંત્ર દ્વારા રાજકોટથી જામનગરના કાનાલુસ સુધી રેલવેનો ડબલ ટ્રેક બનાવવાની દરખાસ્ત મુકી હતીઅને તેના માટે ખાનગી તેમજ સરકારી જમીનની જરૂરીયાત હોય રાજકોટ અને જામનગરના કલેકટરને નોટીફિકેશન આપવામાં આવી હતી. રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્ર્વર અને પરાપીપળીયા તેમજ પડધરી તાલુકાના જોધપર, મોવૈયા, હડમતિયા, નારણકા, મોટા રામપર, મોટી ચણોલ, વણપરી, ખંઢેરી, તરઘડી અને પડધરી મળી કુલ 13 ગામની સરકારી અને ખાનગી કુલ 2 લાખ ચોરસ મીટર જેવી જમીન સંપાદીત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંક દ્વારા સૌ પ્રથમ ખેડૂત ખાતેદારોની 1 લાખ ચોરસ મીટરથી વધુ જમીન સંપાદીત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 12 ગામના ખેડૂત ખાતેદારો પાસેથી જમીનનો કબજો મેળવી વળતર પેટે પેેમેન્ટ પણ ચૂકવીદેવામાં આવ્યું છે અને આવતા સપ્તાહમાં પડધરીનીજમીન સંપાદીત કરી વળતર પેટે પૈસા ચૂકવી દેવામાં આવશે. ખાનગી જમીન સંપાદીત થઈ ગયા બાદ હવે ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંક દ્વારા રાજકોટ તાલુકા અને પડધરી તાલુકાની રેલવે લાઈનને અડીને આવેલી 79 હજાર ચોરસ મીટર જમીન પર દબાણ થઈ ગયું હોય તે દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે અને 12થી 13 ગામમાં આવતી 79 હજાર ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરી ટૂંક સમયમાં જ રેલ્વેને આ જમીન ડબલ ટ્રેક માટે ફાળવી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

રિલેટેડ ન્યૂઝ