અમદાવાદમાં H1 2024 માં નાની ઓફિસ સ્પેસમાં 44% એરિયા સોદા અનુભવાયા: નાઇટ ફ્રેંક ઇન્ડિયા

દેશની અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી ક્ધસલ્ટન્સી નાઇટ ફ્રેંક ઇન્ડિયાના અનુસાર અમદાવાદે H1 2024માં 50,000 ચો.ફૂટથી નીચેના નાની ઓફિસસ્પેસમાં 44% ટકા સોદાઓ અનુભવાયા છે. નાની ઓફિસ સ્પેસ માટે થયેલા સોદાઓના કુલ વોલ્યુમ આ સમયગાળામાં 0.73 મિલી. ચો.ફૂટમાં નોંધાયા હતા, જે વાર્ષિક ધોરણે 99%ની અસાધારણ વૃદ્ધિ દર્શાવે છે. માર્કેટ પ્રવૃત્તિમાં ભારત તરફી બિઝનેસ અગત્યનું પરિબળ રહ્યા હતા, જેમાં શહેરમાં કુલ સોદા થયેલ વોલ્યુમોની 77%નો સમાવેશ થતો હતો.
ઇં1 2024માં 100,000 ચો.ફૂટની કે તેનાથી વધુની મોટી ઓફિસો અથવા સ્પેસની ટકાવારી 39% હતી, જેમાં શહેરમાં 0.65 મિલી. ચોરસ ફૂટના સોદાઓ ઓફિસમાં થયા હતા, જે પાછલા વર્ષના સમાન ગાળામાં જોઇએ તો આ કેટેગરીમાં કોઇ સોદાઓ થયા ન હતા. મધ્યમ કદની ઓફિસ સ્પેસના નેજા હેઠળ કુલ સોદાઓ 17% થયા હતા, જે 50,000 ચો.ફૂટથી 100,000 ચો.ફૂટની વચ્ચેના હતા જેમાં આ પ્રદેશમાં 0.28 મિલી. ચો.ફૂટના સોદા થયા હતા અને તેમાં વાર્ષિક ધોરણે 64%નો વધારો થયો હતો.

રિલેટેડ ન્યૂઝ