અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીએ રૂ.8000 કરોડનાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું

વડાપ્રધાન પદની હેટ્રિક લગાવ્યા બાદ 15 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી પહેલીવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે 16 સપ્ટેમ્બરના અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે બપોર બાદ ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વડાપ્રધાને 8000 કરોડથી વધુ ના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદી ખુલ્લી જીપમાં લોકો વચ્ચેથી અભિવાદન ઝીલતા ઝીલતા મુખ્ય સ્ટેજ સુધી પહોંચ્યા હતા. સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી આર પટેલ પણ જોડાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા.

નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડે ટુકડા કરવા માંગે છે આ લોકો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 પાછું લાવવાનું કહે છે. આગળ તેઓએ કહ્યું કે ભારતને બદનામ કરવાનો કોઈ મોકો છોડતા નથી ગુજરાતને પણ બદનામ કરવાનું કામ કરે છે એટલે ગુજરાતી સતર્ક રહેવાનું છે

ભારતીય રેલવે દ્વારા વંદે મેટ્રો ટ્રેનનું નામ બદલવામાં આવ્યું છે આજે તેમના જન્મદિવસ પહેલા પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને દેશની પ્રથમ વંદે મેટ્રો ભેટ મળી છે પરંતુ તે પહેલા આ ટ્રેન નું નામ બદલી દેવામાં આવ્યું છે વંદે મેટ્રોના ઉદ્ઘાટન પહેલા રેલવે એ વંદે મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે એટલે કે વંદે મેટ્રો હવે દેશભરમાં નમો ભારત રેપિડ રેલ નામથી ઓળખાશે આજે દેશને અમદાવાદ અને ભુજ વચ્ચે પ્રથમ નમો ભારત રેપિડ રેલ મળી છે.

રિલેટેડ ન્યૂઝ