ઉનાના ગાંગડા ગામે દીપડાએ હુમલો કરતાં જ વૃદ્ધે દાતરડું ઝીંકી દીધું

દીપડો પહેલાં વૃદ્ધ પર ત્રાટક્યો, દીકરો બચાવવા પડ્યો તો તેના પર હુમલો કર્યો; હિંમતભેર લોહિયાળ જંગમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ, વનવિભાગે પિતા પુત્ર સામે વન્યપ્રાણી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો

ઉના તાલુકાના ગાંગડા ગામની સીમમાં ગત મોડીરાત્રે કાળજું કંપાવી દે એવી ઘટના બની હતી. વન્ય જીવ અને મનુષ્ય વચ્ચેના સંઘર્ષમાં એક પિતાએ પોતાના પુત્રનો જીવ બચાવવા માટે હિંસક દીપડા સામે બાથ ભીડી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઓસરીમાં બેઠેલા વૃદ્ધ પર અચાનક હુમલો દિપડા એ હુમલો કરી તરખાટ મચાવ્યો અને માનવ જીદંગી બચાવવા વન્યપ્રાણી જંગ ખેલાયો હતો
ગાંગડા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા 60 વર્ષીય બાબુભાઈ નારણભાઈ વાજા ગત રાત્રે પોતાના ઘરની ઓસરીમાં બેઠા હતા. આ સમયે અંધારાનોલાભ લઈને એક હિંસક દીપડો ત્યાં ત્રાટક્યો હતો અને સીધો બાબુભાઈ પર હુમલો કરી દીધો હતો હુમલા થતાંજ રાડો રાડ મચી પિતાની ચીસાચીસ સાંભળીને તેમનો 27 વર્ષીય પુત્ર શાર્દૂલભાઈ તરત જ રૂમની બહાર દોડી આવ્યો હતો. દીપડાએ બાબુભાઈને છોડીને શાર્દૂલ પર જીવલેણ હુમલો કરતાં સ્થિતિ ગંભીર બની હતી સ્વ બચાવ માં પિતાનું સાહસ પોતાનાપુત્રનેદીપડાનાજડબાં માં જોઈને પિતા બાબુભાઈએ જીવની પરવા કર્યા વગર વળતો પ્રહાર કરવાનું નક્કી કર્યું. તેમણે ઘર પાસે પડેલા ભાલા અને દાતરડા જેવાં હથિયારો વડે દીપડા પર જોરદાર પ્રહાર કર્યા હતા.આ લોહિયાળ જંગમાં અંતે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ગંભીર ઈજાગ્રસ્ત પિતા બાબુભાઈ વાજા એ હોસ્પિટલમાં સમગ્ર ઘટના વર્ણવતાં કહ્યું – હું રાત્રે ઓસરીમાં સૂતો હતો ત્યારે દીપડો આવ્યો હતો. મેં એને ભગાડવા હાકલ કરી તો મારી સામે થયો અને મારા પર હુમલો કર્યો અને મને પોતાની બાથમાં ભીડી દીધો. મેં મારા દીકરાને બોલાવવા બૂમો પાડી. દીકરો આવતાં દીપડાએ મને મૂકીને મારા દીકરા પર હુમલો કર્યો. મેં દીકરાને છોડાવવા પ્રયાસ કર્યા તો દીપડાએ ફરી મારા પર હુમલો કર્યો. આ ઘણીવાર ચાલ્યું. પછી મેં દીપડાને દાતરડું મારી દીધું અને લાકડીએથી માર્યો. ઘટના બાદ વન વિભાગને જાણ કરી હતી.આહુમલામાં પિતા અને પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા.તેમને તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા છે. આઘેડ પિતા બાબુભાઈને ગંભીર ઇજા પહોંચતાં શરીરમાં અલગ અલગ જગ્યાએ 50થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ સારવાર હેઠળ છે.
આ ઘટનાની જાણ થતાં જ જસાધાર આર.એફ.ઓ. એલ.બી. ભરવાડ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા સ્થળે નિરીક્ષણ કરીને વન વિભાગે દીપડાનો મૃતદેહ અને હુમલામાં વપરાયેલાં હથિયારો કબજે કર્યાં છે. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટેજસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો છે અને શાર્દુલ બાબુભાઈ વાજા પર વનવિભાગે વન્ય પ્રાણીનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉના પંથકમાં સ્વબચાવમાં દીપડાને મોતને ઘાટઉતારવા ની આ પ્રથમ ઘટના હોવાનું મનાય છે, જેના કારણે સમગ્ર પંથકમાં આ સાહસિક પિતાની હિંમત ની ચર્ચા થઈ રહી છે

બાપાની ચોટી પકડી દીપડો ઉપડ્યો રાડો રાડ થતાં દોડ મુકી લોહીલુહાણ હાલતમાં દવાખાને ખસેડાયા
નજરે સમગ્ર ધટના નિહાળનાર ભાવના બેન આ દ્શ્ય નું વર્ણન કરતાં થરથરી રહ્યા હતા અને કહ્યું અમે ઘરમાં સૂતા હતા ને મારા બાપા બહાર ઓસરીમાં મોડીરાત્રે માનવભક્ષી દીપડો ક્યાંક થી આવી ચડ્યો અચાનક ખાટલે સુતેલા બાપા પર ત્રાટકી દીપડાએ હુમલો કર્યો. બાપાએ રાડ પાડતાં મારા મોટા જેઠે જોયું તો દીપડો બાપાને ચોટી પકડી ઉપડ્યો હતો. ભાઈ એ બાપાને બચાવવા પ્રયાસ કર્યો તો દીપડાએ તેમના પર હુમલો કર્યો. એટલે બાપા દાંતરડું લઈ દીપડા પર તુટી પડ્યા અને બે જીંદગી વન્યપ્રાણી ના મોંઢા માંથી બચાવી હતી
સુતો હતો ત્યારે હુમલો કર્યો
ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર લેતા બાબુભાઈ વાજા એ કહ્યું હું રાત્રે ઓસરીમાં સૂતો હતો ત્યારે દીપડાએ મારા પર હુમલો કર્યો અને મને પોતાની બાથમાં ભીડી દીધો. મેં મારા દીકરાને બોલાવવા બૂમો પાડી. દીકરો આવતા દીપડાએ મને મૂકીને મારા દીકરા પર હુમલો કર્યો. મેં દીકરાને છોડાવવા પ્રયાસ કર્યા તો દીપડાએ ફરી મારા પર હુમલો કર્યો.
વન્યપ્રાણીને ધાતક હથિયાર વડે મોતને ઘાટ ઉતારી દીધા અંગે વન સંરક્ષણ હેઠળ એક વ્યક્તિ સામે ગુન્હો નોંધાયો
ઊના તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં સિંહ દિપડા ની રંજાડ અતિશય વધી રહી છે તાજેતરમાં ચાર થી વધું ધટના સિંહ દિપડા ના હુમલા ના કારણે મોત ની બની છે સમગ્ર ધટના અંગે ખેદ વ્યક્ત કરી લોકો વન્યપ્રાણી ની સુરક્ષા કરી રહી છે પરંતુ વન્ય વિભાગ એ પણ આવા ખુંખાર દીપડા સિંહ ના વિસ્તારમાં જે પેટ્રોલીંગ થવું જોઈએ એ કરતા નહીં હોવાથી અચાનક આવી ચડતાં વન્યપ્રાણી થી માનવ જીંદગીબચાવવાવન્યપ્રાણી સામે જંગ ખેલવો પડે છે અને મોત થી બચવા મજબુર લોકો પોતાની પર આવેલા મોત થી ઝઝુમતા વન્ય જીવ જીવ થી બચવા મજબુર બની હથિયાર વડે ઉપાડે છે ત્યારે વન્ય સુરક્ષા એક્ટ હેઠળ ગુન્હો નોંધી પ્રજા ને કાયદાકીય રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય છે ત્યારે આવા ખુંખાર દીપડા ની કિંમત માનવ જિંદગી થી વધારે હોવાનો શુર લોકો એ વ્યક્ત કરી આવા જનાવરો ને ગીર જંગલ મા ખસેડવા નિષ્ફળતા દાખવતા જવાબદાર કર્મી સામે શા કારણે પગલા નથી લેવાતા તેવો સવાલ ઉઠી રહયો છે

રિલેટેડ ન્યૂઝ