જૂનાગઢમાં મોટર સાયકલ ચાલકે એક 75 વર્ષીય વૃદ્ધને હડફેટે લઈ, વૃદ્ધનું મોત નીપજાવી, મોટર સાયકલ ચાલક નાશી ગયો હોવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે.
જૂનાગઢના ગણેશનગરમાં રહેતા મનસુખભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ.75) મધુરમ સર્કલથી મોતીબાગ તરફ જતા રોડ ઉપર ચાલીને જતા હતા, દરમ્યાન બાપા સીતારામ મઢુલી પાસે એક અજાણ્યા મોટર સાયકલ ચાલકએ પોતાની મોટર સાયકલ બેફીકરાય અને પુરઝડપે ચલાવી લાવી, મનસુખભાઇને ઠોકર મારી, શરીરે ગંભીર ઇજા કરી દઈ, મોત નીપજાવી નાશી ગયો હોવાની મરણ જનારના પુત્ર ભરતભાઇ મનસુખભાઇ મકવાણા એ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોટર સાયકલ ચાલક સામે ગુન્હો નોંધી, આરોપી શખ્સની શોધખોળ આદરી છે.
