અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ 83 ટકા સુધી વધ્યો

રૂા. 1.9 લાખ કરોડને આંબશે : બજેટ ફાળવણીના આધારે ખર્ચ રેલવે મેનેજ કરશે

અમદાવાદ-મુંબઈ વચ્ચેના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેકટના ખર્ચમાં 83 ટકાનો જંગી વધારો અંદાજાય રહ્યો છે. જો કે, સરકાર આ ખર્ચને પહોંચી વળવા જાપાન પાસેથી વધારાની લોન નહીં મેળવે અને રેલવે બજેટ ફાળવણીના આધારે જ ખર્ચ ઉઠાવી લેશે.
ભારતના અમદાવાદ-મુંબઈ વચ્ચેના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જાહેરાત થઈ ત્યારે 1.08 લાખ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. તે હવે 1.98 લાખ કરોડ થવાનું અનુમાન છે. જમીન સંપાદનમાં વિલંબ સહિતના કારણોસર ખર્ચ વધી ગયો હોવાના નિર્દેશ છે. રેલવેના સીનીયર અધિકારીઓએ કહ્યું કે પ્રોજેકટના વધેલા ખર્ચ માટે જાપાન ઈન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી અથવા અન્ય કોઈ નાણાં સંસ્થા પાસેથી વધારાની લોન લેવાનો કોઈ ઈરાદો છે. વધુ લોનની કોઈ જરૂર નથી અને રેલવેને બજેટ ફાળવણીના નાણામાંથી જ ખર્ચની ભરપાઈ કરી દેવામાં આવશે.
બુલેટ ટ્રેન પ્રોજેકટનુ અમલીકરણ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન હસ્તક છે. 15000 કરોડની ફાળવણી છે. કોરીડોરનુ કામ ખત્મ થતા સુધી બજેટ ફાળવણી થતી રહેવાનુ માનવામાં આવે છે. આ ઉપરાંત રેલવે દ્વારા નાણાં મંત્રાલય પાસેથી વધુ નાણાંકીય સહાયની માંગણી કરવામાં આવશે. જાપાને 2017માં પ્રોજેકટના પ્રારંભ વખતથી 59396 કરોડની લોન મંજુર કરી હતી. 508 કીમી લાંબો આ પ્રોજેકટ જાપાનની ટેકનોલોજી અને નાણાંકીય સહાયથી થઈ રહ્યો છે. કોરિડોર હેઠળ 12માંથી 8 સ્ટેશનનું ફાઉન્ડેશન કાર્ય ખત્મ થઈ ગયુ છે. ગત નવેમ્બરમાં સરકારે 2027 સુધીમાં 100 કીમીના માર્ગ પર બુલેટ ટ્રેન શરૂ કરી દેવાનું જાહેર કરી દીધુ હતું.

રિલેટેડ ન્યૂઝ