પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ ગુજરાતના પોરબંદૃરમાં ચાલી રહેલા માધવપુર મેળા નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ એપ્રિલ ૨૦૨૨ ના ’મન કી બાત’ કાર્યક્રમમાં માધવપુર મેળાનું મહત્વ અને આપણી સંસ્કૃતિમાં તેના સ્થાન વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે, “ગુજરાતના પોરબંદૃરમાં ચાલી રહેલા માધવપુર મેળાને મારી હાર્દિૃક શુભેચ્છાઓ.
આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને ઉત્તરપૂર્વ વચ્ચેના શાશ્ર્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે.
આ તહેવાર ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની સાચી ભાવનાને પ્રતિિંબબિત કરતી વિવિધ પરંપરાઓને એકસાથે લાવે છે. હું લોકોને આ મેળાની મુલાકાત લેવાનું આહ્વાન કરું છું!”
