ઢાઈ અક્ષર પત્રલેખન સ્પર્ધામાં ગુજરાત સર્કલ કક્ષાએ શામળદાસ કોલેજનો ડંકો

એકવીસમી સદીના પ્રથમ પચ્ચીસ વર્ષ જ્યારે પૂર્ણ થઈ ચૂક્યા છે અને આજની ધમાકેદાર સોશિયલ મીડિયાની ક્રાંતિ વચ્ચે જૂના જમાનાની પત્રલેખન કળા વીસરાતી જાય છે એ સંજોગોમાં આ કળાને જીવંત રાખવા ભારત સરકારનો પોસ્ટ વિભાગ પ્રતિ વર્ષ ’ઢાઈ અક્ષર પત્રલેખન’સ્પર્ધાનું આયોજન કરતો રહ્યો છે. પ્રસ્તુત સ્પર્ધા 18 વર્ષથી નીચેની વ્યકિત અને 18 વર્ષથી વધુની વ્યકિત એમ બે કેટેગરીમાં યોજવામાં આવે છે. 2025-26ની આ સ્પર્ધા પોસ્ટલ વિભાગના સમગ્ર ભારતનાં 23 સર્કલોએ ’મારા આદર્શ વ્યકિત(ખુ છજ્ઞહય ખજ્ઞમયહ)’ એ વિષય પર હસ્તલિખિત પત્રલેખન માટે આયોજિત કરી હતી. ગુજરાત સર્કલ કક્ષાએ ઉપર્યુકત બંને કેટેગરીમાં 26510 હસ્તલિખિત પત્રો પ્રાપ્ત થયા હતા એ આ યુગની ખૂબ ધ્યાન ખેંચનારી બાબત રહી. બંને કેટેગરી પૈકી 18 વર્ષથી મોટી ઉંમરની કેટેગરીમાં ભાવનગરની શામળદાસ આર્ટસ કોલેજના ગ્રંથપાલ ભાર્ગવભાઈ જાની સમગ્ર ગુજરાત સર્કલમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી, સરકાર દ્વારા જાહેર કરાયેલ રૂપિયા 25 હજારનું ઈનામ મેળવવાના હક્કદાર બન્યા છે. 2025-26ની ’ઢાઈ અક્ષર પત્રલેખન’ સ્પર્ધામાં હવે તેમનો આ વિજેતા પત્ર રાષ્ટ્રીય કક્ષાની મુખ્ય સ્પર્ધામાં સામેલ થયો છે.રાષ્ટ્રીય કક્ષાનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

રિલેટેડ ન્યૂઝ