સાવજ ડેરીના ચેરમેને પુર્વ કેબીનેટ મંત્રીની શિખંડી સાથે સરખામણી કરતા વિવાદ

સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ઘણા લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય લડાઈ વધુ એક વખત ગરમાવા સાથે સામે આવી છે, જેને લઈને રાજકીય શ્રેત્રમાં ખળભળાટ મચી ગયો છે, અને આ બાબતે ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાતી થઈ છે.આજે જુનાગઢ જિલ્લા ભાજપના અગ્રણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા એ ભાજપાના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાની ’શિખંડી’ સાથે સરખામણી કરતા ચાવડાને પડકાર ફેંક્યો છે કે, ’જો તેમનામાં તાકાત હોય તો ખુલ્લીને સામે આવવું જોઈએ, શિખંડીની જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાનું બંધ કરવું જોઈએ.તાજેતરમાં જુનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કણજા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પુત્રવધૂની જવાહર ચાવડાના અંગત ટેકેદાર એવા આપના ઉમેદવાર સામે હાર થતા બંને વચ્ચે ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે.દરમિયાન આજે સાવજ ડેરીમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખાટરીયાએ ખુલ્લીને પ્રહાર કરતા કહ્યું હતું કે, તેમની લડાઈ સામાજિક નથી પરંતુ નૈતિક અને રાજકીય છે. તેમણે પૂર્વ મંત્રી પર આક્ષેપ કર્યો હતો કે, તેઓ પડદા પાછળ રહીને પક્ષના જ કાર્યકરોને હેરાન કરવાની અને તેમને નુકસાન પહોંચાડવાની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે હિંમત હોય તો આગામી વિધાનસભા કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામે ચાલીને મેદાનમાં આવવુ જોઈએ.
આ સાથે જવાહર ચાવડા મંત્રી હતા તેના કરતા આ વખતે વધુ બેઠકો જીત્યાનો દાવો દિનેશ ખટારીયાએ કરતા જણાવ્યું હતું કે, જ્યારે જવાહર ચાવડા માણાવદર વિધાનસભાના પ્રતિનિધિ હતા અને કેબિનેટ મંત્રી તરીકે સત્તા ભોગવતા હતા, ત્યારે 2021 ની ચૂંટણીઓમાં ભાજપની હાલત અત્યંત દયનીય હતી. તે સમયે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં ભાજપને માંડ 6 બેઠકો મળી હતી અને માણાવદર તેમજ વંથલી જેવા ગઢ ગણાતા વિસ્તારોમાં પણ પક્ષની પકડ નબળી પડી હતી. ખટારીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, તે સમયે પૂર્વ મંત્રીના શાસનમાં સંગઠન નબળું પડ્યું હતું. જ્યારે વર્તમાનમાં ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે અને કાર્યકરોની મહેનતને કારણે ભાજપે શાનદાર વાપસી કરી છે. માણાવદર વિધાનસભા હેઠળ આવતી 8 જિલ્લા પંચાયત બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપની જીત થઈ છે. અને 7 તાલુકા પંચાયતોમાં પણ ભાજપનું શાસન સ્થપાશે. જૂનાગઢ જિલ્લામાં સાવજ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય લડાઈ વધુ તેજ બની છે. પાલિકા-પંચાયતની ચૂંટણી સમયે કણજા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પુત્રવધૂની આપના ઉમેદવાર સામે હાર થતા રાજનીતિ ગરમાઈ છે.

રિલેટેડ ન્યૂઝ