ભાજપના ભવ્ય વિજય બદલ જીતુભાઈ વાઘાણી, રમેશભાઈ ટીલાળાએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પશ્ચિમ બંગાળ તેમજ અસામ સહિતના રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવેલા ઐતિહાસિક અને ભવ્ય વિજયને પગલે સમગ્ર રાજ્યમાં ઉત્સાહનો માહોલ છે. જનતાએ વિકાસની રાજનીતિ પર મૂકેલા અતુટ વિશ્વાસને આ પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યો છે.આ ભવ્ય વિજયના અવસરે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ખોડલધામના આગેવાનોએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી ભાજપના શાનદાર વિજય બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ આ તકે જણાવ્યું હતું કે, “આ જીત એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં થયેલા લોકકલ્યાણના કાર્યો પર જનતાની મહોર છે. સરકાર આગામી સમયમાં જનઆકાંક્ષાઓને પૂર્ણ કરવા વધુ મક્કમતાથી કાર્ય કરશે.”આ વિજયથી કાર્યકરોમાં નવો જોમ પુરાયો છે અને ચારેતરફ વિજયના વધામણાં થઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ