ગુજરાત સરકાર ની ખેડૂતલક્ષી યોજનાઓ અમલ માં છે, સબસિડી સાથે લાભ મેળવી રહ્યા છે, પરંતુ પુર હોનારત ના સમયે ખેડૂતો ની નદી કાંઠે ઉપજાઉ ખેતી નું ઘોવાણ બાબત કેન્દ્ર હોય યા રાજ્ય સરકારો નું નિતિ વિષયક નિર્ણય સ્પષ્ટ જોવા નથી મળતો ,દર વર્ષે ખેડુત પુત્રો ની પુર હોનારત માં ખેતી ઘોવાણ થી પાક ઉત્પાદન થી વંચિત સાથે આર્થિક સંકટ ભોગવવા માટે માનસિક રીતે તૈયાર રહેવું પડે છે, આવી સ્થિતિ નો જોડિયા સહિત તાલુકાના 6 ગામોના ખેડૂતો દર ચોમાસા દરમ્યાન ચિંતાગ્રસ્ત હોય છે, ધ્રોલ અને જોડિયા બે તાલુકા વચ્ચે ઉન્ડ “2” ડેમ જે સિંચાઇ તરીકે નિર્માણ થયેલ છે,દર વર્ષે ચોમાસા દરમ્યાન ડેમ થી વઘારે પાણી નો જથ્થો છોડતા તે પાણી નું સ્વરૂપ પુર હોનારત તરીકે ડેમ ના નિચાણવાળા વિસ્તાર ની ઉપજાઉ ભુમિ જે ગામો મજોઠ,આણંદા,ભાદરા,બાદનપર,કુનંડ, અને જોડિયા સહિત ખેડૂતો ને પારાવાર મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે, આ સમગ્ર વિષય ન તો સરકાર નું કૃષિ વિભાગ અને ચુંટાયેલા ધારાસભ્ય ચિંતિત દેખાતા નથી, ચુંટણી સમય ખેડૂતો ની મતો ની ચિંતા બઘા પક્ષો કરતા હોય છે.
રિલેટેડ ન્યૂઝ
-
ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ 23 કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ
દીપડા, મોર, હરણ અને નીલગાય જેવા પ્રાણીઓની અવરજવર થઈ કેમેરામાં કેદ : જામનગર વિભાગની સંવેદનશીલ પહેલ... -
ગુજરાતમાં 1 જૂનથી વસ્તી ગણતરીનો આરંભ : કામગીરી ન કરનાર, ગેરહાજર રહેનાર કર્મીને ત્રણ વર્ષની સજા
રાજ્યમાં 7395 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ રાજકોટ મનપાના તમામ 18 વોર્ડની વસ્તી ગણતરી માટે 4200 કર્મચારીઓને ઓર્ડર... -
રાજુલાના હિંડોરણા ગામે ધાતરવડી નદીમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર
સ્થાનિક તરવૈયાઓએ લાશ બહાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી રાજુલા તાલુકાના હિંડોરણા ગામે એક આધેડનો મૃતદેહ...
