ગીરગઢડાના સદાવાળી ધાર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજય: સડેલા પશુને ખાવા સિંહો મજબુર

“એક સિંહ પાછળ લાખોનો ખર્ચ, પણ ભૂખ ઠારવાની વ્યવસ્થા શૂન્ય, વન્યપ્રેમીઓનો વન વિભાગ પર પ્રહાર
બે દિવસમાં 3 સિંહોના મોત, 35-40 સિંહોનું અસ્તિત્વ જોખમમાં: બાલુભાઈ હિરપરાનો ચોંકાવનારો ખુલાસો

સિંહો મોતના મુખમાં: ઉચ્ચ અધિકારીઓ મૌન બની રહ્યા છે

વિશ્વની અજાયબી ગણાતા ગીરના એશિયાઈ સિંહો આજે સિસ્ટમની બેદરકારી અને અધિકારીઓની ચુપ કીદીના કારણે મોતને ભેટી રહ્યાછે.ગીરગઢડાજામવાળા રોડની સદાવાળી ધાર પર સડેલા ઢોર અને ગંદકીના ઢગલા વચ્ચે ભૂખ્યા સિંહો રિબાઈ-રિબાઈને મરી રહ્યા છે, પરંતુ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ મૌન બની તમાશો જોઈ રહ્યા છે એવો ગંભીર આક્ષેપ વન્યપ્રેમી ઓએ કર્યો છે.સથાનિક ફોરેસ્ટ અધિકારીઓ મીડિયા ને સાચી વિગતો આપવા જ તૈયાર નથી. સિંહના મોત થાય, રેસ્ક્યૂ ઓપરેશન થાય, પણ વન વિભાગ દ્વારા સત્તાવાર માહિતી છુપાવવામાં આવે છે. મીડિયાને ગેરમાર્ગે દોરવામાં આવે છે જેથી વન્યજનાવરનીસાચી, દયનીય સ્થિતિ બહાર જ ન આવે એવો સીધો આરોપ લાગી રહ્યો છે.

48 કલાકમાં 3 સિંહોના મોત: છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું !!
બાબરીયા-જશાધાર રેન્જમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ માં ત્રણેક સિંહના મોત થયા હોવાનું બાલુભાઈ હિરપરા એ જણાવ્યું. ફરેડા-ઝાખીયાથી ત્રણ સિંહ રેસ્ક્યૂ કરી હોસ્પિટલમાં ખસેડાયા, બે મરી ગયા થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ, ઉમેદપરા પંથકના 35-40 સિંહો રોજ સદાવાળી ધાર પર સડેલા ઢોર ખાવા મજબૂર છે.ઇતરી જીવાત સામે સાવજહારી રહ્યો છે. પણ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર જ નીકળતા નથી અધિકારીઓ તમાશો જોવાનું બંધ કરે અને સ્થાનિક અધિકારીઓ સત્ય બોલતા શીખે, નહીંતર ગીરના સિંહો ઇતિહાસ બની જશે એવી લાગણી સાથે વન્યપ્રેમીઓએ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે

સદાવાળી ધાર સહિત તમામ જંગલ બોર્ડર નજીક કચરો મરેલા પશુ નાખવા સામે પ્રતિબંધ મૂકવામાં આવે
ગામમાં થતા મારણમાં સિંહને ખલેલ ન પહોંચે તે માટે ગ્રામજનો માં સઘન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે.મરેલા પશુઓના નિકાલ માટે દરેક ગામમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કેરકસ ડિસ્પોઝલ પિટ બનાવવામાં આવે.ઉઈઋ, છઋઘ સહિતના જવાબદાર અધિકારીઓ નીફરજમા ંબેદરકારી બદલ ખાતાકીય તપાસ કરી કડક પગલાં લેવામાં આવે. સંવેદનશીલ વિસ્તારમાં 24ડ્ઢ7 પેટ્રોલિંગ અને સિંહોનું હેલ્થ મોનિટરિંગ શરૂ કરવામાં આવે.

વિશ્વભરમાં પ્રખ્યાત ગીરના એશિયાઈ સિંહોનું અસ્તિત્વ આજે માનવ બેદરકારી અને વનવિભાગનીઘોરનિષ્ક્રિયતા ના કારણે જોખમમાં મુકાઈ ગયુંછે.ગીરગઢડા જામવાળા રોડ પર આવેલી સદાવાળી ધાર નજીક ગ્રામજનો દ્વારા બેરોકટોક મરણ પામેલા ઢોર અનેગામનો કચરો ઠાલવવા માં આવી રહ્યો છે.ભૂખથી લાચાર બનેલા સિંહો દિવસો થી સડી ગયેલા, જીવાત પડી ગયેલા પશુઓનું માંસ ખાવા મજબૂર બનતા ગંભીર રોગનો શિકાર બની રહ્યા છે અને અકાળે મોતને ભેટી રહ્યા છે.
બાબરીયા-જશાધાર રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં વર્ષોથી ફાર્મ ધરાવતા વન્યપ્રેમી બાલુભાઈ હિરપરાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું કે,છેલ્લા ત્રણ-ચાર દિવસમાં આ પંથકમાં ત્રણેક સિંહોના મોત થયા છે. હાલ ફરેડા-ઝાખીયા વિસ્તારમાંથી ત્રણ સિંહને રેસ્ક્યૂકરી જશાધાર એનિમલ કેર હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે બે સિંહ મોતને ભેટી ચૂક્યા છે. થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ, ઉમેદપરા વિસ્તારમાં હાલ 35 થી 40 સિંહોનો કાયમી વસવાટ છે અને આ તમામની સદા વાળી ધાર નજીક રોજિંદી અવર-જવર રહે છે. આ વિસ્તાર સંપૂર્ણ જંગલ બોર્ડરને અડીને આવેલોહોવા થી સ્થિતિ વધુ ગંભીર બની છે. બાલુભાઈ હિરપરા વ્યથા ઠાલવતા કહે છે કે, સિંહ પોતે કરેલું મારણ પણ શાંતિથી ખાઈ શકતો નથી. ગામ માં સિંહ મારણ કરે એટલે લોકોના ટોળા ભેગા થઈ જાય. સિંહને ખલેલ પહોંચતા તે મારણ છોડીને જતો રહે છે. પછી ગામલોકો એ મરેલા પશુને ઉંચકીને ધાર પર ફેંકી દે છે. ચાર-પાંચ દિવસની ભૂખથી અશક્ત બનેલો સિંહ આખરે એ સડેલું, ઇતરી-જીવાત પડી ગયેલું માંસખાવા મજબૂર બને છે. તેમણે એક સિંહનો વીડિયો શેર કરતા જણાવ્યું કે, આ સિંહ જુઓ, ચાર-પાંચ દિવસની ભૂખ ના કારણે કેટલો અશક્ત અને કમજોર બનીને રોડ પર ચાલી રહ્યો છે. પૂરતો ખોરાક જ ન મળતો હોવાથીસિંહ ઇતરી જીવાત સામે લાચાર બની ગયો છે.

વન્યપ્રેમીઓની ચેતવણી અસ્તિત્વ ખતમ થઈ જશે

બાલુભાઈ હિરપરા ચેતવણી આપતા કહે છે, આ વિશ્વ ની અજાયબી સમાન સિંહને બચાવવા હોય તો વન વિભાગે તાત્કાલિક જાગવું પડશે. સિંહની અવર-જવર વાળા વિસ્તારમાં મૃતક પશુ સિંહના મોઢે ન જાય તેની કાળજી લેવી જ પડશે. નહીંતર ગીરના વનરાજાનું અસ્તિત્વ ખતમ થઈ જશે અને આપણે માત્ર પસ્તાવો કરતા રહી જઈશું.

સડેલુ માંસ ધીમુ ઝેર, કેવી રીતે મરી રહ્યા છે સિંહ?

વન્યજીવ નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે નબળા અને મરણ પામેલા પશુઓમાં ઇતરીનું પ્રમાણ વધુ હોય છે. સડી ગયેલું માંસ, તેમાં પડેલી ઇતરી અને જીવાત સિંહના શરીરમાં જતાં પેટના ગંભીર રોગો, લોહીનું ઇન્ફેક્શન, કુપોષણ અને રોગપ્રતિકારક શક્તિ ખતમ થઈ જાય છે.પરિણામે સાવજ ધીમે ધીમે અશક્ત બની અકાળે મોતને ભેટે છે.

વન વિભાગની ઘોર બેદરકારી લાખોનો ખર્ચ, પરિણામ શૂન્ય

સરકારી આંકડા મુજબ એક સિંહ પાછળ વન વિભાગ વાર્ષિક લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.છતાંગીરનાવનરાજા ની ભૂખ ઠારવા માટેની પ્રાથમિક કાળજી પણ લેવાતી નથી એ હકીકત ચોંકાવનારી છે. હાલ સમગ્ર જંગલ બોર્ડર વનમિત્રોના ભરોસે ચાલી રહી છે.વન્યપ્રેમીઓનો સીધો આક્ષેપ છે કે જવાબદાર ફોરેસ્ટ ઓફિસર,ઉઈઋ, છઋઘ જેવા ઉચ્ચ અધિકારીઓ અભયારણ્ય જેવા સંવેદનશીલ વિસ્તારમાં બેરોકટોક નખાતા મરેલા પશુ ઓ પ્રત્યે તદ્દન ઉદાસીન અને નિષ્ક્રિય છે. વન્યપ્રાણીઓના અવર-જવર વાળા વિસ્તારમાં જ કચરો અને સડેલા ઢોર નખાય એ વન વિભાગની કાર્યપદ્ધતિ સામે ગંભીર સવાલો ઉભા કરે છે.

રિલેટેડ ન્યૂઝ