રાશન આપનારા ડીલરો અને લાભાર્થીઓ અંગે કેન્દ્ર સરકારનો નિર્ણય; પીડીએસ લાભાર્થીઓની નોંધણી હવે એઆઈનો ઉપયોગ કરીને કરવામાં આવશે

‘‘સાર્થક-ઁPDS યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરાશે : લાંબા સમયની માંગણીઓ વચ્ચે રાશન ડીલરોના કમિશનમાં વધારો કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયની સીધી અસર રાશન મેળવતા ૮૦ કરોડ લોકોને થશે. સરકારે રાશન પ્રણાલી અંગે એક મોટો નિર્ણય લીધો છે. આ હેતુ માટે “સાર્થક-ઁડ્ઢજી” યોજના શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર યોજના પર આશરે રૂ.૨૫,૫૩૦ કરોડ ખર્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદૃ અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે દૃેશના ૮૦ કરોડ લોકોને રાશન પૂરું પાડવાનો કાર્યક્રમ ચાલી રહૃાો છે. આ સાર્થક પીડીએસ યોજનામાં ત્રણ ફેરફારો કરવામાં આવ્યા છે. આમાં રાજ્ય સરકારોને સહાય, ટેકનોલોજીનો ઉપયોગ અને પીડીએસ લાભાર્થીઓની નોંધણી હવે એઆઈનો ઉપયોગ કરીને કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “રાજ્ય સરકારોને મોટા ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના વેરહાઉસમાંથી અનાજને વ્યક્તિગત જિલ્લાઓ, બ્લોક અને અંતે રાશનની દૃુકાનોમાં પહોંચાડવામાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહૃાો હતો. હવે કેન્દ્ર સરકાર રાજ્યોને નાણાકીય સહાય પૂરી પાડશે. બીજો ફેરફાર એ છે કે રાશન ડીલરોના કમિશનમાં વધારો કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહૃાું, “લાંબા સમયથી રાશન ડીલરોના કમિશનમાં વધારો કરવામાં આવ્યો ન હતો. ડીલરોના કમિશનમાં વધારો કરવાની સતત માંગણીઓ કરવામાં આવી રહી હતી. આજે, સરકારે આ માંગણી સ્વીકારી છે અને તેમનું કમિશન વધારવાનો નિર્ણય લીધો છે.” ત્રીજો અને અંતિમ ફેરફાર એ છે કે સમગ્ર રાશન સિસ્ટમને વધુ આધુનિક અને પારદૃર્શક બનાવવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહૃાું, “સરકાર આ વિશાળ બજેટમાંથી રાશન વિતરણનો ખર્ચ ઉઠાવશે. તેનાથી દૃુકાનદૃારોની આવક વધશે અને સમગ્ર સિસ્ટમ ડિજિટલ અને આધુનિક બનશે.” કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવે કહૃાું, “હાલની ગરમીની પરિસ્થિતિ અંગે તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીના રાષ્ટ્રના નામ સંદૃેશને પહોંચાડવા માટે અનેક ટ્વીટ કરવામાં આવ્યા હતા. તે સંદૃેશના જવાબમાં દૃરેક મંત્રાલય અને વિભાગ પોતપોતાના અધિકારક્ષેત્રમાં લઈ શકે તેવા ચોક્કસ પગલાંઓની ચર્ચા કરવામાં આવી હતી.” આ ઉપરાંત બેઠકમાં દૃેશના કેટલાક રાજ્યોમાં પડી રહેલી લૂની પણ ચર્ચા કરવામાં આવી છે. અશ્ર્વિની વૈષ્ણવે કહૃાું કે, દૃેશના કેટલાક રાજ્યોમાં લૂની વર્તમાન સ્થિતિ અંગે તમામ મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશના નાગરિકોને મેસેજ પહોંચાડવા માટે અનેક ટ્વિટ પણ કર્યા છે. તેમના મેસેજે અંગે બેઠકમાં લૂની સમસ્યા નિવારવા ખાસ પગલા ભરવા પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે કહૃાું કે, ‘અસહૃા ગરમી અને લૂ દૃરમિયાન નાગરિકોને રાહત આપવા અને તેમની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી છે. આ માટે ખાસ સુવિધા અને ઉપાયો પર ધ્યાન અપાયું છે અને તેને આરોગ્ય મંત્રાલય, જળ સંશાધન ક્ષેત્ર સહિત સંબંધીત વિભાગો દ્વારા લાગુ કરવામાં આવી શકે છે. વડાપ્રધાને સ્પષ્ટ કહૃાું કે, જ્યારે આવા મોટા પડકારોનો સામનો કરવો હોય તો આપણે આખા દૃેશની રાષ્ટ્ર ભાવના સાથે આગળ વધવું જોઈએ.

રિલેટેડ ન્યૂઝ