૩૦ મેથી ૨ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદૃ પડશે

દૃેશના ૨૨ રાજ્યોમાં વરસાદૃનું એલર્ટ જાહેર

આગામી દિૃવસોમાં લોકોન્ો કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે

અમદૃાવાદૃ હવામાન વિભાગ દ્વારા અગામી પાંચ દિૃવસની આગાહી આજે જાહેર કરવામાં આવી જે મુજબ અગામી ૪૮ કલાકમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થશે નહીં ત્યાર બાદૃ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદૃની આગાહી કરવામાં આવી છે ૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદૃ પડશે. ૩૦ અને ૩૧ મેના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગરમાં ભારે પવન સાથે વરસાદૃની આગાહી કરવામાં આવી છે. ૧ જૂનના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દૃાહોદૃ, પંચમહાલ, છોટા ઉદૃેપુર, વડોદૃરા, નર્મદૃા, અમરેલી, ભાવનગરમાં વરસાદૃની આગાહી કરવામાં આવી છે. ૨ જૂનના અમરેલી, ભાવનગર, દૃાહોદૃ, મહીસાગર, પંચમહાલ, વડોદૃરા, નર્મદૃા, છોટા ઉદૃેપુર, તાપી, ડાંગમાં વરસાદૃની આગાહી કરવામાં આવી છે.
દૃેશભરના રાજ્યોમાં મૌસમનો મિજાજ ઝડપથી બદૃલાવા જઈ રહૃાો છે. હવામાન વિભાગ દ્વારા દૃેશના અલગ-અલગ ભાગોમાં વરસાદૃની ધમાકેદૃાર આગાહી કરવામાં આવી છે, જેને પગલે આગામી દિૃવસોમાં ગરમીનું પ્રમાણ ઘટશે અને લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દૃેશના ૨૨ જેટલા રાજ્યોમાં વરસાદૃનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિૃલ્હી, ઉત્તર પ્રદૃેશ અને બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમી ઘટતા લોકોને મોટી રાહત મળશે, જેમાં દિૃલ્હીમાં તો આવતીકાલથી જ વરસાદૃની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતના રાજ્યો જેવા કે મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી જ વરસાદૃની શક્યતા છે, જ્યારે આસામ અને મેઘાલયમાં પણ આજથી જ મેઘરાજાની એન્ટ્રી થઈ શકે છે. તેની સાથે જ દૃક્ષિણ ભારતના રાજ્યોમાં પણ આગામી દિૃવસોમાં સારો એવો વરસાદૃ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો ગુજરાતની વાત કરીએ તો, અમદૃાવાદૃ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિૃવસની સત્તાવાર આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ આગામી ૪૮ કલાક એટલે કે બે દિૃવસ દૃરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. જોકે, ૩ દિૃવસ બાદૃ ગુજરાતમાં વાતાવરણ પલટાશે અને ભારે પવન તથા ગાજવીજ સાથે વરસાદૃની એન્ટ્રી થશે. રાજ્યમાં ૩૦ મે થી ૨ જૂન સુધી થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી (ગાજવીજ અને ભારે પવન) સાથે વરસાદૃ પડવાની સંભાવના છે.

રિલેટેડ ન્યૂઝ