કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં લાંબા સમયથી ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનના વિવાદમાં હવે પક્ષના મોવડીમંડળે નિર્ણય લઈ લીધો હોવાના સંકેત છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરમૈયા કાલે તેમના હોદા તથા સરકારનું રાજીનામુ સુપ્રત કરીને નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર માટે મુખ્યમંત્રી બનવાના માર્ગ ખુલો કરાશે. ત્રણ વર્ષ પુર્વે રાજયમાં કોંગ્રેસ સરકાર બાદ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધરમૈયા અને ડી.કે.શિવકુમાર વચ્ચે જે કશ્મકશ હતી તેમાં અત્યાર સુધી સિદ્ધરમૈયા તેની પુરતી બચાવવામાં સફળ રહ્યા હતા પણ પક્ષના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની અઢી-અઢી વર્ષની ફોર્મ્યુલા મુજબ ડી.કે.શિવકુમારે અઢી વર્ષ બાદ પોતાનો દાવો મજબૂત કર્યો હતો. દિલ્હીમાં છેલ્લા બે દિવસથી મેરેથોન બેઠક બાદ જે ફોર્મ્યુલા તૈયાર થઈ છે તેમાં સિદ્ધરમૈયાને રાજયસભામાં ચુંટી કઢાશે અને રાષ્ટ્રીય સ્તરે પક્ષ સંગઠન જવાબદારી સોંપશે તો ડી.કે.શિવકુમારે બાકીના સમયમાં મુખ્યમંત્રીપદ સંભાળશે.
રિલેટેડ ન્યૂઝ
-
૩૦ મેથી ૨ જૂન સુધી ગાજવીજ સાથે વરસાદૃ પડશે
દૃેશના ૨૨ રાજ્યોમાં વરસાદૃનું એલર્ટ જાહેર આગામી દિૃવસોમાં લોકોન્ો કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળશે અમદૃાવાદૃ હવામાન... -
દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જતુ પ્લેન ૮ કલાક હવામાં રહૃાા બાદ પરત ફર્યું
એર ઇન્ડિયાની લાઇટમાં ટેકનિકલ ખામી દિૃલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો જઈ રહેલી એર ઇન્ડિયાની લાઇટ છૈં૧૭૩માં અધવચ્ચે... -
પોતાને હાઈડ્રેડ રાખો; કોઈ તરસ્યાને જરૂર પીવડાવો પાણી
બપોરના તીવ્ર તડકામાં બહાર ન નીકળવા મોદૃીની સલાહ દૃેશના ઘણા ભાગોમાં વધતી જતી તીવ્ર ગરમી અને...
