ઇદ મનાવવા આવેલો હાઇ પ્રોફાઇલ ચોર ગાંધીધામથી ઝડપાયો

ગર્લફ્રેન્ડને ફેરવવા રૂા.50 લાખની ચોરીને આપ્યો હતો અંજામ

ગાંધીધામ શહેરમાંથી ગણાતા જસ્થાન પોલીસે એક એવા હાઈપ્રોફાઈલ ચોરને દબોચી લીધો છે, જેણે પોતાની પ્રેમિકાને ઊટી અને નૈનીતાલ જેવા ઠંડા પ્રદેશોમાં મોજમજા કરાવવા માટે અષષ 50 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. અબુરોડમાં ચોરીની આ મોટી વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી જિન્મ ટ્રેનર ઈદ મનાવવા અને પોલીસથી બચવા માટે ગાંધીધામમાં આવેલા પોતાના મોસાળમાં આવીને છુપ હથો હતો. જોકે, ગાંધીધામના જ એક એટીએમમાંથી પૈસા ઉપાડવા જતાં જ તે પોલીસના સકંજામાં આવી ગયો હતો.સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, રાજસ્થાનના સિરોહી જિલ્લાના અને ગુજરાતની સરહદને અડીને આવેલા અબુરોડ રીકો વિસ્તારમાં ગત 11મી એપ્રિલના રોજ એક બંધ મકાનમાંથી 50 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને 2 લાખ રૂપિયા રોકડાની મોટી રીકો પોલીસ મથકના પીઆઈ ચૌરી થઈ હતી. આ મામલે અબુરોડ લક્ષ્મણસિંહ ચંપાવતના નેતૃત્વમાં તપાસ ચાલી રહી હતી. સાયબર સેલ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને કડી મળી હતી કે આ ચોરી સ્થાનિક વિસ્તારમાં જ જિમ ચલાવતા 30 વષિ પરણિત જિમ ટ્રેનર માસુક ખાને કરી છે.
ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી માસુક ખાન પોલીસને થાપ આપવા માટે કચ્છ તરફ નાસી આવ્યો હતો. ગાંધીધામમાં તેનું મોસાળ હોવાથી અહીં આશરો લઈને ઈદની ઉજવલી કરી રહ્યો હતો. ચોરીના રોકડા બે લાખ રૂપિયા તો તેણે ગણતરીના દિવસોમાં જ વાપરી નાખ્યા હતા, પરંતુ દાગીના છુપાવી રાખ્યા હતા. દરમિયાન, ગાંધીધામમાં રોકાલ દરમિયાન તે પૈસાની જરૂર પડતાં જ સ્થાનિક એટીએમ સેન્ટર પર નાલાં ઉપાડવા પહોંચ્યો હતો. સાયબર ટેકનોલોજીની મદદથી આરોપીના લોકેશન પર નજર રાખી રહેલી અબુરોડ પોલીસની ટીમ તાબડતોબ ગાંધીધામ દોડી આવી હતી અને બીજા જ દિવસે એટલે કે 29મી મેના સ્થાનિક કડીઓ મેળવીને ઈદના રોજ તેને ગાંધીધામથી ઝડપી લીધો હતો. જે વિગતો ખુલી છે તે ભારે આશ્ચર્ય પમાડે તેવી છે.
એક બાળકના પિતા એવા આ જિમ ટ્રેનરને અનેક મહિલાઓ સાથે પ્રેમસંબંધો હોવાનું બહાર આવ્યું છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડને 28મી મેના રોજ ઈદ પછી ઊટી અને નૈનીતાલના પ્રવાસે જવાનું વચન આપ્યું હતું. આ ટ્રીપના ખર્ચ અને મોજશોખ કરવા માટે જ તેવી આ ચોરીનું આયોજન કર્યું હતું. જે ઘરમાં પૂરા ચોરી થઈ ત્યાં તે અવારનવાર જિમ ટિપ્સ આપવા જતો હોવાથી ઘરના સભ્યોની અવરજવર અને સીસીટીવી કેમેરાની ગોઠવણીથી વાકેફ હતો. તકનો લાભ લઈને તેણે અગાઉથી જ પરની ચાવીની નકલ બનાવી લીધી હતી અને પરિવાર ગુજરાતના ભરૂચ ગયો ત્યારે ચોરીને અંજામ આપ્યો હતો. હાલ અબુરોડ પોલીસે ગાંધીધામથી પકડાયેલા આ મુદામાલ રિકવર કરી લીધો છે અને આરોપી પાસેથી ચોરીનો તમામ કોર્ટમાંથી રિમાન્ડ મેળવી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ