ગાંધીનગરના વાવોળ વિસ્તારમાં કાઠી દરબાર એસોસિયેશન ટીમ – ઊંઉઊઝ દ્વારા બનાવવામાં આવી રહેલા ’કાઠીયાવાડ ભવન’ માટે શિક્ષણ પ્રત્યેની ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. બગડ ના વતની, વ્યવસાયે ખેડૂત અને સામાન્ય માનવી મંગળુભાઈ જેસુરભાઈ ખાચરે 1 કરોડ રૂપિયાના જંગી દાનની જાહેરાત કરીને આ ભવ્ય શૈક્ષણિક સંકુલને નવી ગતિ આપી છે. ઊંઉઊઝ દ્વારા ગાંધીનગરના વાવોળ વિસ્તારમાં ’કાઠીયાવાડ ભવન’ બનાવવાનું સ્વપ્ન સેવવામાં આવ્યું હતું. આ માત્ર ઈટ-પથ્થરની ઈમારત નહીં, પરંતુ સમાજના તેજસ્વી યુવાનો માટે શિક્ષણનું એક એવું ધામ બનાવવાની નેમ છે જ્યાંથી પ્રગતિના નવા દ્વાર ખુલશે. કાઠીયાવાડ ભવન એ માત્ર એક છાત્રાલય નથી, પરંતુ આવનારી પેઢીના શૈક્ષણિક ઉદયાન અને ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક પવિત્ર સુરક્ષિત આશ્રયસ્થાન છે. પ્રોજેક્ટ માટે સંસાધનોની ઘટ અને મોટા સંકુલના નિર્માણની આકરી જવાબદારી વચ્ચે જ્યારે મિશન મુશ્કેલીમાં મુકાયું હતું, ત્યારે બગડના વતની મંગળુભાઈ ખાચરે દેવદૂત બનીને આગળ આવ્યા. તેમણે 1 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરતા કહ્યું, “તમે આ મિશન ને, કાર્ય ને આગળ વધારો.” આ ઐતિહાસિક દાન બદલ કમિટીના સભ્યો વતી વીડી વાળા, રાજુભાઈ ખુમાણ, રણજીતભાઈ ધાધલ અને ભાણકુભાઈ સાદુએ હર્ષ અને રાજીપો વ્યક્ત કર્યો હતો. તેઓએ જણાવ્યું કે મંગળુભાઈ ખાચરની આ ઉદારતા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની છે. કાઠીયાવાડ ભવન થકી આવનારા સમયમાં સેંકડો યુવાનોને ગુણવત્તાસભર રહેવા-અભ્યાસની સુવિધા મળશે. આ દાન યુવાનોના ભવિષ્યને નવી ઉડાન આપવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
રિલેટેડ ન્યૂઝ
-
હવે ગ્રા. પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ આજે તમામ જિલ્લાના કલેક્ટરો-ચૂંટણી પંચની વીડિયો કોન્ફરન્સ
રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા/જિલ્લા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ હવે... -
ગુજરાત પોલીસનું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ ૩૬૨ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ
રાજ્યની સુરક્ષા સાથે ચેડા કરનારા દૃરેક ઘૂસણખોરોન્ો ગુજરાતના ખૂણે-ખૂણેથી શોધી ત્ોમના પર કાયદૃાનો સકંજો કસી બાંગ્લાદૃેશ... -
નરેન્દ્ર મોદૃી આવતીકાલે ગુજરાતની મુલાકાતે દક્ષિણ ગુજરાતને રૂા.૧૦૬૩ કરોડથી વધુના જીઆઇડીસી પ્રોજેકટસની ભેટ આપશે
સુરત ખાત્ોથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીન્ો કુલ રૂા.૧૮,૭૭૭ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ- ખાતમુર્હૂત કરશે વડાપ્રધાન...
