ArMee Infotechએ ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સોલાર કોલ્ડ સ્ટોરેજ એન્ટરપ્રાઈઝિસને સક્ષમ બનાવ્યા

ગુજરાતમાં ટકાઉ ગ્રામીણ વિકાસ, આબોહવા સ્થિતિસ્થાપકતા અને મહિલાના નેતૃત્વ હેઠળ ઉદ્યોગસાહસિકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા અખિયય ઈંક્ષરજ્ઞયિંભવ કશળશયિંમએ ગુજરાતમાં બે સમુદાયની-માલિકીની સોલાર કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી સ્થાપિત કરવા સમર્થન આપ્યું છે. આ પ્રયાસ સોઈલ ટુ સસ્ટેનેબિલિટી- આપડી માટી, આપડુ ભવિષ્ય પ્રોગ્રામ હેઠળ હાથ ધરાયો હતો. જેનો અમલ વે એવરિથિંગ કનેક્ટ્સ ફાઉન્ડેશન (વે ફાઉન્ડેશન) દ્વારા સેન્ટર ફોર એન્વારમેન્ટ એન્ડ સોશિયલ ક્ધસર્ન (સીઈએસસી) અને ફાર્મફ્લુયન્સ એગ્રીટેક સાથેના જોડાણમાં કરવામાં આવ્યો હતો.
ભાવનગર અને રાજુલામાં આ સપ્તાહે 5 મેટ્રિક ટન (ખઝ)ની સંગ્રહ ક્ષમતા ધરાવતી બે યુનિટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લણણી પછીના નુકસાનને પહોંચી વળવા અને નાના ખેડૂતો માટે બજાર સુલભતા સુધારવા માટે રચાયેલા સોલાર એનર્જીથી સંચાલિત કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ સમુદાય-માલિકીના ગ્રામીણ સાહસોને પ્રોત્સાહન આપવાની સાથે કૃષિ પેદાશો માટે મૂલ્ય પ્રાપ્તિમાં વધારો કરશે.
માળખાગત સુવિધાઓના નિર્માણ ઉપરાંત આ ઝુંબેશ મહિલાઓની આગેવાની હેઠળની પ્રોડ્યુસર કંપનીઓ દ્વારા સંચાલિત ટકાઉ બિઝનેસ મોડલ્સ સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. સમુદાયની માલિકી સાથે રિન્યુએબલ એનર્જીને એકીકૃત કરતા આ પ્રોજેક્ટનો હેતુ સ્થાનિક કૃષિ મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવા, આવકની તકોમાં સુધારો કરવા અને ગ્રામીણ સમુદાયોમાં લાંબા ગાળાની આર્થિક સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાનો છે.

રિલેટેડ ન્યૂઝ