રાજ્યની ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કરશે કામગીરી
જન્મથી ૧૮ વર્ષ સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટ્રી, પોષણનું સ્તર અને બીમારીઓનું ટ્રેિંકગ હવે એક જ ડોક્યુમેન્ટમાં
સ્વસ્થ ભારત ના નિર્માણ માટે સ્વસ્થ બાળપણ ને મૂળભૂત આધાર ગણીને ગુજરાત સરકારે બાળકોના આરોગ્યલક્ષી ભવિષ્ય માટે એક અનોખી અને ઐતિહાસિક પહેલ હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના ૦ થી ૧૮ વર્ષની વયના તમામ બાળકો માટે વિશેષ હેલ્થ પાસપોર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગત ૨૭ જૂન, ૨૦૨૬ ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ મહત્વાકાંક્ષી રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના આશરે ૧.૮૯ કરોડ બાળકોની મેડિકલ હિસ્ટ્રી અને સ્વાસ્થ્યની તમામ વિગતો એક જ દૃસ્તાવેજમાં સુરક્ષિત રાખવામાં આવશે.
સ્કૂલ હેલ્થ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હાલમાં રાજ્યમાં ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો કાર્યરત છે, જે દૃર વર્ષે આશરે ૧.૮૯ કરોડ બાળકોનું ચેકઅપ કરે છે. અગાઉ આ હેલ્થ ચેકઅપનો ડેટા માત્ર ડિજિટલ પોર્ટલ પર જ ઉપલબ્ધ રહેતો હતો, પરંતુ હવે વાલીઓ અને બાળકોને એક ફિઝિકલ હેલ્થ પાસપોર્ટ પણ આપવામાં આવશે.
