રામમંદિૃર ચોરી કેસમાં પકડાયેલા આરોપીઓની સંપત્તિ જપ્ત થશે

સ્ટેટ બેંકના ત્રણ કર્મચારીઓ પર પણ સિકંજો કસાશે

આરોપીઓએ જમીન-મકાન ખરીદ્યા, હોટેલ, રેસ્ટોરન્ટમાં ભાગીદૃારી કરી, લકઝરી વાહનો લીધા હોવાના દૃસ્તાવેજો મળ્યા

રામ મંદિરના દાનની ચોરીના પ્રકરણમાં પકડાયેલા આરોપીઓની સંપત્તિ એટેચ કરવાના ચક્રો ગતિમાન કરાયા છે. જાણીતા સ્ત્રોતની વધુની સંપતિ જપ્ત કરાશે. આ ઉપરાંત હજુ કેટલાક લોકોની ધરપકડ થવાના સંકેતો છે. સાથોસાથ બેંક કર્મચારીઓ પર પણ સિકંજો કસાઇ શકે છે.
રામ મંદિર દાન ચોરી કેસમાં ખાસ તપાસનીસ ટીમ દ્વારા આરોપીઓએ રોકાણ કરેલા નાણાંના દસ્તાવેજો જપ્ત કરાયા છે. ઝવેરાત-રોકડ પણ કબ્જે કરી છે. હવે આવકના જાણીતા સ્ત્રોત સિવાયની તમામ સંપત્તિ જપ્ત કરાશે. બેંક ખાતાઓના વિશ્ર્લેષણના આધારે તેઓના બેંક ખાતા પણ સ્થગીત કરી દેવામાં આવશે.
તપાસ ટીમ દ્વારા આરોપી અવિનાશ શુક્લની જેલમાં ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક, એક્સીસ બેંક તથા કેનેરા બેંકમાં જઇને આરોપીઓના બેંક ખાતા ચકાસવામાં આવ્યા હતા. સમગ્ર ચોરીકાંડમાં 60થી વધુ લોકોને તેડુ મોકલવામાં આવ્યું છે. તેમાં વ્યવસ્થાપક ગોપાલ રાવ તથા ટ્રસ્ટી ડો. અનિલ મિશ્રાનો પણ સમાવેશ થાય છે. આરોપીઓની નિયુક્તિ, વેરીફિકેશન વગેરે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
સૂત્રોએ કહ્યું કે સંપતિ વિશે માહિતી મેળવવા આરોપીઓના રીમાંડ પણ માંગવામાં આવશે. આરોપીઓએ જમીન-મકાન, હોટલ-રેસ્ટોરાં તથા વૈભવી કાર ખરીધ્યાનું બહાર આવ્યું છે.બીજી તરફ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તથા અમુક આઉટ સોર્સ કર્મચારીઓ રડારમાં હોવાનું બહાર આવ્યું છે. ત્રણ બેંક કર્મચારીઓ ઝપટમાં આવી જવાની શક્યતા છે.

રિલેટેડ ન્યૂઝ