શહેરોમાં સ્પ્ોશિયલ કૂિંલગ સ્ોન્ટર્સ શરૂ કરાયા
રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપની કેટલીક મેચોમાં ભીષણ ગરમીથી ખેલાડીઓ-દૃર્શકોની તબિયત લથડવાની સમસ્યા: એક મેચ બ્ો કલાક રોકવી પડી
હાલમાં યુરોપ પછી હવે અમેરિકા આ વર્ષની સૌથી ભીષણ અને ખતરનાક હીટવેવનો સામનો કરી રહૃાું છે. અમેરિકાના પ્ાૂર્વીય અને મધ્યના ભાગોમાં ૧૧૫ ડિગ્રી ફેરનહીટ એટલે કે, ૪૬ ડિગ્રી સ્ોલ્સિયસ જેટલી ગરમીનો ૬ કરોડથી વધુ લોકો સામનો કરી રહૃાા છે. વોિંશગ્ટનમાં ન્ોશનલ મોલ ખાત્ો યોજાયેલા ધ ગ્રેટ અમેરિકન સ્ટેટ કેરા ખાત્ો મુલાકાતી માતા અને પુત્ર ગરમીથી બચવા જેકેટનો શેડ તરીકે ઉપયોગ કરીન્ો ફરી રહૃાા છે.
યુરોપમાં ચાલી રહેલી ભીષણ હીટવેવ વચ્ચે હવે અમેરિકા, બાદૃ મેક્સિકો અન્ો કેન્ોડા પણ ગંભીર ગરમીની લપેટમાં આવી ગયા છે. સ્થિતિ એટલી હદૃે વણસી ગઈ છે કે ઘણા શહેરોમાં સ્થાનિક વહીવટીતંત્રે લોકોના જીવ બચાવવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવી પડી રહી છે.
આ ભીષણ ગરમીની સીધી અસર રમતગમત પર પણ જોવા મળી રહી છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોની યજમાનીમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડ કપના કેટલાક મુકાબલા અતિશય ગરમીમાં રમાઈ રહૃાા છે. મેચ દૃરમિયાન ઘણા ખેલાડીઓ અને દૃર્શકોને ગરમીના કારણે તબિયત લથડવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પણ ખરાબ હવામાન અને અસહૃા ગરમીના કારણે એક મેચને અંદૃાજે બે કલાક સુધી રોકવી પડી હતી.
હવામાન વિભાગનું માનવું છે કે આગામી થોડા દિૃવસો અમેરિકા માટે વધુ પડકારજનક સાબિત થઈ શકે છે.
રાષ્ટ્રીય હવામાન સેવા (દ્ગઉજી)ના જણાવ્યા અનુસાર, દૃેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં વાસ્તવિક તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે, જ્યારે અતિશય ભેજને કારણે અનુભવાતું તાપમાન (હીટ ઇન્ડેક્સ) ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.
હાલમાં અમેરિકામાં ૬ કરોડથી વધુ લોકો હીટ ઍલર્ટના દૃાયરામાં જીવી રહૃાા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિૃવસોમાં ઘણા શહેરોમાં વર્ષો જૂના તાપમાનના રેકોર્ડ તૂટી શકે છે. આ ભીષણ ગરમી ૪ જુલાઈના સ્વતંત્રતા દિૃવસની રજાઓ સુધી ચાલુ રહેવાની આશંકા છે. અમેરિકાના મુખ્ય શહેરોમાં ગરમીનો સામનો કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શિકાગો વહીવટીતંત્રે પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સમગ્ર શહેરમાં કૂિંલગ સેન્ટર્સ (લોકોને ગરમીથી રાહત આપતા કેન્દ્રો) ખોલી દૃીધા છે. આ ઉપરાંત, વડીલો અને બીમાર લોકોની તબિયતની નિયમિત તપાસ કરવા માટે સરકારી કર્મચારીઓની વિશેષ ટીમો પણ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ, ન્યૂયોર્કના મેયર જોહરાન મમદૃાનીએ પણ ગરમી સામે લડવા માટે એક ખાસ યોજના અમલમાં મૂકી છે, જેના અંતર્ગત લોકોને મફત પીવાનું પાણી પૂરું પાડવા માટે મોબાઈલ વાન ચલાવવામાં આવી રહી છે. શહેરમાં ઠેર-ઠેર હંગામી કૂિંલગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકોને તાત્કાલિક રાહત આપવા માટે મિસ્ટિંગ ફેન અને કૂિંલગ ટુવાલની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમેરિકાની રાજધાની વોિંશગ્ટનમાં પણ ગુરુવારથી શનિવાર સુધી તાપમાન ૩૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાનું અનુમાન છે. િંચતાની વાત એ છે કે આ જ સમયગાળા દૃરમિયાન અહીં દૃેશના ૨૫૦મા સ્વતંત્રતા દિૃવસ નિમિત્તે ભવ્ય આતશબાજી અને ઉત્સવનું આયોજન થવાનું છે, જેના કારણે પ્રશાસન માટે ભીડને ગરમીથી બચાવવી એ મોટો પડકાર બની રહેશે.
આરોગ્ય એજન્સીઓએ નાગરિકોને બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવા, પુષ્કળ પાણી પીવા અને હીટ સ્ટ્રોકના લક્ષણો પર સતત નજર રાખવાની કડક સલાહ આપી છે. અધિકારીઓએ ખાસ કરીને બાળકોને બંધ કારમાં ન છોડવા માટે તાકીદૃ કરી છે, કારણ કે આ વર્ષે અમેરિકામાં ગરમ કારની અંદૃર ગૂંગળામણને કારણે અત્યાર સુધીમાં ૯ બાળકોના મોત થઈ ચૂક્યા છે.
