વિજેતા ખેલાડીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા : રવિવારે અંડર-13ની પસંદગી પ્રક્રિયા
રાજકોટ સિટી પોલીસ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન (છઉઈઅ) તથા એહસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય સ્પોન્સર ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડના ઈખઉ ઉદયભાઈ પારેખ, કો સ્પોન્સર આર. કે. જૈન ફાઉન્ડેશન તેમજ અટછ (વિક્રમ) વાલ્વસ પ્રા. લી.ના ચેરમેન વિક્રમભાઈ જૈનના આર્થીક સહયોગથી પોલીસ હેડક્વાર્ટર, રાજકોટ ખાતે તાજેતરમાં ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ-2026નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ખાસ કરીને અંડર- 13, અંડર-15 અને અંડર-17 કેટેગરીના ખેલાડીઓ માટે યોજાઈ હતી, જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી કુલ 143 યુવા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં અંડર-13 કેટેગરીમાં 96 ખેલાડીઓ, અંડર- 15 કેટેગરીમાં 30 ખેલાડીઓ અને અંડર-17 કેટેગરીમાં 17 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ, વડોદરા, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ભૂજ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓ સ્પર્ધામાં જોડાયા હતા. નોંધપાત્ર બાબત એ છે કે કુલ ખેલાડીઓમાંથી આશરે 50 ટકા ખેલાડીઓ રેટેડ હતા. સ્પર્ધા કુલ 7 રાઉન્ડમાં યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ઓમ્નિટેક એંન્જીનિયરિંગ લિમિટેડના ઈખઉ ઉદયભાઈ પારેખ તેમજ પોલીસ હેડક્વાર્ટરના અઈઙ પઠાણ, અજઈં અનિલભાઈ દવે(સ્પોર્ટ્સ ઓફીસર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં જીતનાર ખેલાડીઓને કુલ રૂૂ. 1,22,000ના રોકડ ઈનામો આપવામાં આવ્યા હતા. આ સાથે વિજેતા ખેલાડીઓને કુલ 30 ટ્રોફી અને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. તમામ ભાગ લેનાર ખેલાડીઓને ભાગીદારી પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના પરિણામોમાં અંડર-13 કેટેગરીમાં કિયાન કેવલકુમાર પટેલ પ્રથમ, શ્ર્લોક પ્રશાંતભાઈ વ્યાસ દ્વિતીય અને કેવિશ ખન્ના તૃતીય સ્થાને રહ્યા હતા. અંડર-15 કેટેગરીમાં હેરિન રેનિશકુમાર પટેલ પ્રથમ, માધવ જયદીપભાઈ વોરા દ્વિતીય અને શ્રેયાંશ મહેતા તૃતીય સ્થાને રહ્યા હતા. જ્યારે અંડર-17 કેટેગરીમાં તન્ના ક્રિશ અલ્પેશભાઈ પ્રથમ, સોહમ હરિયાણી દ્વિતીય અને કાવ્યા શાહ તૃતીય સ્થાને વિજયી રહ્યા હતાં. 05 જુલાઈ, રવિવારના રોજ પોલીસ હેડક્વાર્ટર હોલ(એસી), રેસકોર્સ રિંગ રોડ, રાજકોટ ખાતે રાજકોટ જિલ્લા કક્ષાએ અંડર-13 ચેસ ખેલાડીઓની પસંદગી સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધા માત્ર રાજકોટ જિલ્લાના ખેલાડીઓ ભાગ લેશે.
