પાંચ વર્ષમાં ફરી બે ક્રમ આગળ વધ્યો: સિંગાપોર પાસપોર્ટ સૌથી શક્તિશાળી બની રહ્યા છે
નવી દિલ્હી: ભારતમાં પાસપોર્ટ નાગરિકત્વનું પ્રમાણપત્ર કે પુરાવો ગણાય કે નહી તે વિવાદ છે પણ વિશ્ર્વમાં પાસપોર્ટ રેન્કીંગમાં ભારતનું સ્થાન 125માં ક્રમે યથાવત જ રહ્યું છે. 2026 ગ્લોબલ પાસપોર્ટ ઈન્ડેકસમાં ભારતનો પાસપોર્ટ છેલ્લા પાંચ વર્ષમાં ફકત બે ક્રમ આગળ વધ્યો છે. આ ઈન્ડેકસની પાંચમી એડીશનમાં 197માંથી ભારતના પાસપોર્ટને 125મો ક્રમ અપાયો છે. 2021માં તે 127માં સ્થાને હતો. ભારત દુનિયામાં સૌથી ઝડપથી વધતુ અર્થતંત્ર ધરાવે છે તથા વિશ્ર્વમાં તેની પ્રતિષ્ઠા વધી રહી છે તેમાં દાવા વચ્ચે પણ પાસપોર્ટનું રેન્કીંગ સુધરતુ નથી. ભારતીય પાસપોર્ટ પર બહું ઓછા દેશો વિસા-ફ્રી કે વિઝા ઓન એરાઈવલ એન્ટ્રી આપે છે જે તેની સૌથી કમજોર કડી છે. 2021માં 18 દેશો ભારતના પાસપોર્ટ પર વિસા ફ્રી એન્ટ્રી આપતા હતા તે હવે 23 દેશો આવે છે.
આમ ભારતીયો માટે વિશ્ર્વના મોટાભાગના દેશોની સરહદ પાર કરવી ખૂબ જ મુશ્કેલ છે. આ રીપોર્ટમાં ભારતમાં કવોલીટી ઓફ લાઈફ જીવનધોરણની ગુણવતા પણ 118માં સ્થાને છે જે છેલ્લા પાંચ વર્ષમાં 18 સ્થાન આગળ વધી છે.જયાં સુધી વિશ્ર્વનો પ્રશ્ર્ન છે તો સિંગાપોર સૌથી શક્તિશાળી પાસપોર્ટ દેશ છે તે વૈશ્ર્વિક ટોપ 10માં આવે છે. ઓબીલીટી- મુડીરોકાણ હતા તે પ્રથમ ક્રમે છે. વિશ્ર્વના તમામ એટલે કે આ રેન્કીંગમાં રહેલા 190 દેશોમાં સિંગાપોરના પાસપોર્ટ પર વિસા ફ્રી એન્ટ્રી કે વિસા ઓન એરાઈવલ એન્ટ્રી આપે છે. વિશ્ર્વનો સૌથી મજબૂત પાસપોર્ટ છે.
