અમદાવાદ: જીએસટીમાં આઈટીસી સહિતની સીસ્ટમને વધુ ટાઈટ બનાવતા હવે જીએસટી સીસ્ટમ ફાઈલીંગને હવે મેન્યુઅલ-માનવ સંચાલીતના બદલે સીસ્ટમ આધારિત બનાવાઈ છે. જીએસટીઆર-3 બી માં સરકારે ટેબલ-4ની માહિતી ઓટો પોપ્યુલેટેડ એટલે કે જીએસટીઆર-2બી માંથી આપોઆપ તેના આંકડા સહિતની માહિતી સીસ્ટમ જ ભરી લેશે તથા ઈનપુટ ટેક્ષ ક્રેડીટ ‘લોક’ થઈ જશે. જેના કારણે ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં કોઈ વ્યક્તિ ચેડા કરી શકશે નહી તથા એક વખત રિટર્ન ફાઈલ કર્યા બાદ તેમાં સુધારાની શકયતા બહું મર્યાદીત બની જશે. આ નવી સીસ્ટમ જુલાઈ-2026ની રિટર્ન ફાઈલીંગથી અમલી બની જશે. જીએસટીઆર-3બીમાં જે ટેબલ-4 માં આંકડા છે તે જીએસટીઆર-2બી માંથી આપોઆપ કોમ્પ્યુટર સીસ્ટમ મેળવી લેશે. જેને ઈનવોઈસ મેનેજમેન્ટ સીસ્ટમ હેઠળ આવરી લેવાઈ છે. એક વખત આ માહિતી આપોઆપ ભરાઈ જાય પછી તેને કરદાતા સુધારા-વધારા કરી શકશે નહી. જેના કારણે સપ્લાયર્સની માહિતી ચોકકસ થશે તથા ખરીદનારની ઈનપુટ ટેક્ષ ક્રેડીટની ચોકકસતા પણ નિશ્ર્ચિત થઈ જશે. તેથી કરદાતા હવે જીએસટીઆર-3બીમાં તેની જાતે ઈનપુટ ટેક્ષ ક્રેડીટ વધારી કે ઘટાડી શકશે નહી. તેવી જ રીતે સપ્લાયર્સ જો જીએસટીઆર-1માં કોઈ ઈનવોઈસ સાચી રીતે કે અપલોડ કરવામાં નિષ્ફળ રહે અને તે જીએસટીઆર-2બી માં રીફલેકટ થતા ન હોય તો ખરીદનાર ઈનપુટ ટેક્ષ ક્રેડીટ કલેમ કરી શકશે નહી. આ અંગે ટુંક સમયમાં નોટીફીકેશન બહાર પડી જશે. આમ સપ્લાયર્સની માહિતતી મહત્વની બનશે અને જો ઈનવોઈસ જીએસટીઆર-2 માં દેખાતુ હોય તો જ ખરીદનાર તેની ઈનપુટ ટેક્ષ ક્રેડીટ જે તે માસમાં કલેમ કરી શકશે. જો જીએસટીઆર-1માં ઈનવોઈસ અપલોડ વધુ ન હોય અથવા ખોટી રીતે અપલોડ થયું હોય તો જે તે મહિને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળશે નહી. જીએસટીઆર-1ની ભુલ નિશ્ર્ચિત સમયમાં સુધારવી પડશે અને એક વખત જીએસટીઆર-3 અપલોડ થઈ જાય પછી આ પ્રકારના સુધારા થઈ શકશે નહી.
રિલેટેડ ન્યૂઝ
-
નાગરિક સુખાકારીના ૧૧ મહત્વના પ્રોજેકટ માટે પાંચ વર્ષ સુધી જમીન વિના મૂલ્યે ફાળવાશે
નવી મનપાની હદૃમાં ઉમેરાયેલા વિસ્તાર અને ટ્રાન્ઝીશન ફેઇઝન્ો ધ્યાનમાં લઇ નવી રચાયેલી ૯ મનપાના સર્વાંગી વિકાસ... -
ડિજિટલ ઈન્ડિયા પ્રત્યેની પ્રતિબદ્ધતાને વેગ આપતા સીએમ ખેડૂતોની માહિતી સુરક્ષિત રાખવા ગુજરાત ડેટા સેન્ટર પોલીસી લોન્ચ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી, ડે. સીએમ સંઘવી અને વનમંત્રી મોઢવાડિયાના હસ્તે વિકસીત ગુજરાત ડેટા સેન્ટર પોલીસી લોન્ચ ડિજિટલ... -
ડ્રગ્સ મુકત અમરેલીના સંકલ્પ સાથે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન
સામાજિક જવાબદારીમાં સહભાગી બનવા પોલીસની લોકોને અપીલ રાજ્યભરમાં ચાલી રહેલા નશામુક્તિ અભિયાનના ભાગરૂપે, અમરેલી જિલ્લા પોલીસ...
